મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

નાગરિકતા બિલ : ચર્ચા વેળા પ્રસારણ રોકી દેવામાં આવ્યું

ચર્ચા વેળા અધવચ્ચે ટકોર થતાં પ્રસારણ રોકાયું : અધ્યક્ષ વેંકૈયા નાયડુના આદેશ પર પ્રસારણ ચારથી પાંચ સેકન્ડ માટે રોકી દેવાયું : ૨૨ સેકન્ડ સુધી પ્રસારણ અટક્યું

નવીદિલ્હી, તા. ૧૧  : રાજ્યસબામાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નાગરિક સુધારા બિલ ૨૦૧૯ રજૂ કરવામાં આવ્યા બાદ તર્કદાર દલીલોનો દોર ચાલ્યો હતો. રાજ્યસભા ટીવી દ્વારા થોડાક સમય માટે કાર્યવાહીનું પ્રસારણ રોકી દેવામાં આવ્યું હતું જ્યારે ગૃહમંત્રી અમિત શાહે બિલ રજૂ કરીને કહ્યું હતું કે, ભાજપ સરકાર આસામના લોકોને રક્ષણ આપશે ત્યારે વિપક્ષી બેંચ તરફથી એક સાંસદે વચ્ચે નિવેદનબાજી કરી હતી. તે વખતે અધ્યક્ષ વેંકૈયા નાયડુએ તેમને કાર્યવાહી ન ખોરવી નાંખવાની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, કોઇપણ બાબત રેકોર્ડમાં જશે નહીં અને દર્શાવવામાં આવશે નહીં જ્યારે અમિત શાહ આસામ કરારના ક્લોઝ છ અંગે રચવામાં આવેલી કમિટિના અહેવાલને લઇને ચર્ચા કરી રહ્યા હતા ત્યારે પક્ષ તરફથી એક સાંસદે અવાજ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, આ ભ્રામક બાબત દેખાઈ રહી છે જેથી અધ્યક્ષે તેમને બેસી જવા માટે કહ્યું હતું.

              અધ્યક્ષના આદેશ બાદ થોડાક સમય માટે પ્રસારણને રોકવાની જરૂર પડી હતી. ચારથી પાંચ સેકન્ડ માટે રાજ્યસભાનું પ્રસારણ રોકી દેવામાં આવ્યું હતું. ૨૦થી ૨૨ સેકન્ડ ફરીવાર કાર્યવાહી શરૂ થઇ હતી. અમિત શાહ  નાગરિક સુધારા બિલ પર નિવેદન કરી રહ્યા હતા ત્યારે આ સંદર્ભમાં અડચણો ઉભી થઇ હતી. અમિત શાહે આસામની ચર્ચા કરતા કહ્યું હતું કે, ૧૯૮૫માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ આસામ કરાર કર્યો હતો. આ હેઠળ આસામના લોકોને સામાજિક, સાંસ્કૃતિક, ભાષાની ઓળખ અને ચૂંટાયેલા ફોરમમાં તેમના પ્રતિનિધિઓના અધિકારના સંરક્ષણ માટે ક્લોઝ છની રચના કરી હતી. આસામમાં રહેલી સ્થિતિના સંદર્ભમાં અમિત શાહે વિસ્તારપૂર્વક વાત કરીને જવાબો આપી રહ્યા હતા ત્યારે હોબાળો જારી રહ્યો હતો. છેલ્લે થોડાક સમય પુરતું રાજ્યસભામાં કામગીરીનેપ્રસારથી રોકવામાં આવી હતી.

(7:42 pm IST)