મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

વિવિધ યુનીયનો સાથે જોડાયેલ ૫૦ હજાર કર્મચારીઓની પાંખો કાપવાની તૈયારીમાં રેલ્વે : પ્રસ્તાવોથી રેલ્વે યુનિયનો નારાજ

નવી દિલ્હી  : યુનિયનો સાથે જોડાયેલા રેલ્વે કર્મચારીઓ માટે નોકરીનો આગામી સમય મુશ્કેલ બની શકે છે. રેલ મંત્રાલય દ્વારા હાલમાં જ આયોજીત પરિવર્તન સંગોષ્ઠીમાં યુનિયનના હોદેદારોની પાંખો કાપવા બાબતે સંમતિ સધાઇ છે.ં

સંગોષ્ઠીમાં એવી વાત સામે આવી કેરેલ્વેના દરેક ડીવીઝનમાં વિભીન્ન યુનિયનોના લગભગઅઢીસો હોદેદારો છે. તેમનું કર્મચારી તરીકેનું યોગદાન નગણ્ય અને સુવિધાઓ જોરદાર હોય છે. આખા દેશમાં આવા હોદેદારોની સંખ્યા લગભગ ૫૦ હજાર જેટલી છે. મંત્રાલયનો અંદાજ છે કે, આ લોકો રેલ્વે માટે બોજ બનેલા છે અને તેમની પાસેથીકામ લેવું અઘરૂ છે. તેમના કારણે રેલ્વેની ઉત્પાદકતાઉપર ખરાબ અસર થઇ રહી છે એટલે તેમને અપાતી સુવિધામાં કાપ ઉપરાંત ૫૫ વર્ષની વય વટાવી ચુકેલા હોદેદારોને વી.આર.એસ. આપવા પર વિચારણા થવી જોઇએ. ખાસ તો એ સુપરવાઇઝરો પર વધારે ધ્યાન આપવાની જરૂર છે, જે કોઇપણ યુનિયનના હોદેદાર છે , તેમણે યુનિયનનો હોદો અથવા સુપરવાઇઝરી બેમાંથી એકની પસંદગી કરવી પડશેનહીંતર વી.આર.એસ. લેવું પડશે. આનાથી રેલ્વેની કાર્યક્ષમતા વધશે અને કર્મચારીઓની સંખ્યા ઘટવાથી ખર્ચ પર અંકુશ આવશે.

સંગોષ્ઠીમાંરેલ્વે કર્મચારીઓના પગાર અને પેન્શન ખર્ચમાં સત્તત વધારાનો મુદ્દો છવાયેલો રહયો. કહેવામાંઆવ્યાઅનુસાર રેલ્વેને કર્મચારીઓ પર થતો ખર્ચ  કુલ આવકના ૬૦ ટકાથી પણ વધઁારે છે, જેકોઇપણ સંસ્થા માટે સોૈથી વધારે છે, એટલે કર્મચારીઓમાં કાપ મુકવો જરૂરી બની ગયો છે. જોકે તેને તબક્કાવાર લાગુ કરવો જોઇએ. પહેલા તબક્કામાં ત્રણ વર્ષની અંદર ૧૦ ટકા કર્મચારીઓ ઘટાડવા જોઇએ,ત્યારપછી ધીમે ધીમે ૩૦ ટકા સુધી લઇ જવા જોઇએ. સંગોષ્ઠીમાં કર્મચારીઓની સંખ્યા પ૦ ટકા સુધી ઘટાડવાનો પ્રસ્તાવ પણ આવ્યો હતો.

સંગોષ્ઠીમાં રેલ્વે કરખાના અને વર્કશોપમાં ઓછી ઉત્પાદકતા પર પણ ચિંતા વ્યકત કરાઇ હતી. મંત્રાલયનો પ્રસ્તાવ હતો કે  ઉત્પાદન એકમો અને વર્કશોપમાં જરૂરથી વધારે ઓવરટાઇમ ચુકવાય છે તેમાં કાપ મુકવાની જરૂર છે.

(3:33 pm IST)