મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

ઉત્તરપ્રદેશમાં ગરીબો માટે ફાઇવસ્ટાર હોટલમાં સમુહલગ્ન : યોગી સરકારનો પ્રેરક નિર્ણય

લખનૌ તા.૧૧ : યુપી સરકાર દ્વારા મધ્યમ વર્ગને રાહત આપવા માટ પાંચ સિતારા સમુહલગ્નની યોજનાની વિચારણા કરવામાં આવી રહી છે. જેમાં બે લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારોના નવયુગલોના લગ્ન એક સાથે ફાઇવ સ્ટાર હોટલમાં કરવામાં આવશે.

આ સમુહલગ્નનો ખર્ચ રોટરી તથા લાયન્સ કલબ સહિતની સામાજીક સંસ્થાઓ ઉઠાવશે. થોડો ખર્ચ વર-વધુએ પણ ઉઠાવવો પડશે. આ માટે સમાજ કલ્યાણ વિભાગ યોજના તૈયાર કરવા કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં વધુ ર૦ યુગલોનાં સમુહલગ્ન કરવામાં આવશે. આ આયોજનમાં બંન્ને પક્ષના ર૦ લોકો ઉપસ્થિત રહી શકશે.આમ મધ્યમ વર્ગ પરિવારોમાં ફાઇવ સ્ટાર હોટલમાં લગ્નનું સપનુ પુરૂ થઇ શકશે.

(3:32 pm IST)