મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

નાગરિકતા બિલ

રાજયસભામાં શિવસેના સાથ ન આપે તો પણ બિલ પસાર થઇ જશે

નવી દિલ્હી, તા. ૧૧ : લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પસાર : બિલને હવે રાજયસભામાં આજે પસાર કરાવવાનું છે : આ બિલ પર રાજયસભામાં મોદી સરકારનું પલ્લુ ભારે જણાય છે : શિવસેના સાથ ન આપે તો પણ બહુમતીથી ખરડો પસાર થવાની શકયતા : બહુમત અને નંબર ગેમ ભાજપની તરફેણમાં : ગૃહની સભ્ય સંખ્યા ર૪પ છે : પ બેઠક ખાલી છે : સંખ્યા ર૪૦ની થઇ : ભાજપને ખરડો પસાર કરાવવા ૧ર૧ સાંસદોનો ટેકો જોઇએ : રાજયસભામાં ભાજપના ૭પ સાંસદો છે જયારે કુલ ૧રમાંથી ૮ નોમીનેટ ભાજપનું સભ્યપદ લઇ લીધું છે તેથી ભાજપનું સંખ્યાબળ ૮૩ થયું પછી જેડીયુના ૬, એસડીના ૩, એલજેપી અને આરપીઆઇના ૧-૧ સહિત કુલ ર૬ સાંસદો ગઠબંધન પક્ષોના છે : બધા મેળવી ૧૦૬નો આંક થયો : આ ઉપરાંત અન્નાડીએમકે ૧૧, બીજેડી ૭, વાયએસઆર કોંગ્રેસ ર, ટીડીપી ર જેવાનો ટેકો પણ મળશે તે નક્કી છે આમ સંખ્યાબળ ૧ર૮નું થયું : વધુ ૩ અન્ય સાંસદોનો પણ ટેકો મળશે કુલ ૧૩૧નું સંખ્યાબળ થયું જો શિવસેનાના ૩ ટેકો આપે તો ૧૩૪ અને નોમીનેટમાં ૪માંથી ૩ સાંસદનો ટેકો મળે તો ૧૩૭નું સમર્થન  થાય : યુપીએ પાસે ૪૬ સાંસદો છે : સાથી પક્ષો સાથે ૬રનું સંખ્યાબળ થાય : બિલના વિરોધમાં યુપીએના ૬ર ઉપરાંત તૃણમૂળ ૧૩, સપા ૯, ટીઆરએસ ૬, સીપીએમ પ, બસપા ૪, આપ ૩, પીડીપી ર, જેડીએસ ૧ છે : વિરોધનું સંખ્યાબળ ૧૦૬ થાય છે શિવસેના જોડાય તો વિપક્ષનું ૧૧૦નું સંખ્યાબળ થાય

(3:29 pm IST)