મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

કોંગ્રેસે શેખ અબ્દુલ્લાને ૧૧ વર્ષ જેલમાં રાખ્યા હતા.!!

વિપક્ષોને ગૃહમંત્રી અમિતભાઇ શાહનો જડબાતોડ જવાબઃ કોઇ નેતાને જરૂર કરતા વધુ સમય જેલમાં નહિ રખાય...

નવી દિલ્હી તા.૧૧: ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યુ હતુ કે જમ્મુ - કાશ્મીરમાં અટકાયત હેઠળ રખાયેલ રાજકીય નેતાઓ જેમાં ત્રણ પૂર્વ મુખ્યમંત્રી પણ  છે. એમને , મુકત કરવાનો નિર્ણય સ્થાનિક વહિવટી તંત્ર  કરશે અને આ મામલામાં કેન્દ્ર સરકાર કોઇપણ દખલગીરી નહી કરશે. લોકસભામાં કોંગ્રેસ નેાચ અધીર રંજન ચૌધરીએ સરકારને પ્રશ્ન કર્યો હતો કે લોકસભાના સાંંસદ ફારૂક અબ્દુલ્લાના સમેત  અન્ય રાજકીય અટકાયતીઓને કયારે મુકત કરાશે. અમિત શાહે કહ્યુ કે કોઇપણ નેતાને જરૂર કરતા એક દિવસ પણ વધુ સમય માટે જેલમાં રાખવામાં નહી આવે અને સ્થાનિક પ્રશાસન યોગ્ય સમયે એમને મુકત કરશે. એમાં અમારી દરમિયાનગીરી નથી.

શ્રી અમિતભાઇએ જણાવ્યુ હતુ કે કોંગ્રેસ તો ફારૂખ અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લાને ૧૧ વર્ષ જેલમાં રાખ્યા હતા અમે કોંગ્રેસ જેવુ કરવા નથી માંગતા..

(11:49 am IST)