મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

છેડતીખોરને ૩૩ સેકન્ડમાં ૨૬ વખત જૂતું ફટકાર્યુ

મહિલા કોન્સ્ટેબલનો રોડ પર જ ન્યાય

કાનપુર તા.૧૧: યુપીમાં સ્કૂલો અને કોલેજોની બહાર યુવતીઓને છેડનારા રોમિયોનો ત્રાસ દૂર કરવા માટે પોલીસ એકશનમાં આવી છે.

આવામાં કાનપુરમાં એક મહિલા પોલીસે યુવતીઓની છેડતી કરનારા રોમિયોનો રસ્તો પર જ ન્યાય કરી નાખ્યો હતો. યુવતીઓને છેડી રહેલા મજનુને એન્ટિ રોમિયો ટીમની એક સભ્ય મહિલા પોલીસે રસ્તા પર જ ૩૩ સેકન્ડમાં ૨૬ જૂતા મારીને બરાબર પાઠ ભણાવ્યો હતો.

મહિલા પોલીસ ચંચલ ચૌરસિયાએ રોમિયોની કરેલી ધોલાઇની તસવીરો પણ વાઇરલ થઇ રહી છે. આ આરોપી સામે પોલીસે આગળ કાર્યવાહી કરી છે.

કાનપુરના બિઠુર વિસ્તારમાં ગર્લ્સ કોલેજની આસપાસ છેડતીખોરોનો ત્રાસ હોવાની ફરિયાદો મળ્યા બાદ એન્ટિ રોમિયો સ્કવોડ ત્યાં પહોંચી હતી.કારણકે ગર્લ્સ કોલેજની વિદ્યાર્થીનીઓ પણ પોલીસમાં જઇને રજુઆત કરી ચૂકી છે.

સ્કવોડની મહિલા પોલીસે જોયું હતું કે એક વ્યકિત યુવતીઓ પર અભદ્ર કમેન્ટો કરી રહ્યો છે. આ જોઇને મહિલા પોલીસનું મગજ ફાટયું હતું અને પછી તેણે પગમાંથી જુતૂં કાઢીને આ યુવાનને ફટકારવા માંડ્યો હતો.  એ પછી તેણે યુવતીઓની માફી મગાવડાવી હતી.

દરમ્યાન સોશ્યલ મીડિયા પર આ મહિલા કોન્સ્ટેબલના ભારે વખાણ પણ થઇ રહ્યાં છે.

(11:46 am IST)