મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

આંધ્રમાં જીસસની તસ્વીર સાથે રેશનકાર્ડઃ સોશ્યલ મિડીયામાં વાયરલ

આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં ઈસુ ખ્રિસ્તની છબી સાથેનું રેશનકાર્ડ જોવા મળતા મોટી બબાલ થઈ છેઃ નાગરિક પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે તે પૂર્વ ગોદાવરી જિલ્લાના એક રેશન શોપના વેપારી વિરુદ્ઘ રેશનકાર્ડ્સ પર ઈસુ ખ્રિસ્તની છબીઓ છાપવા બદલ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છેઃ રાજયના સોશિયલ મીડિયામાં ઈસુ ખ્રિસ્તની તસવીરવાળા રેશનકાર્ડ વાયરલ થઈ રહેલ છે, વાય એસ.જગન મોહન રેડ્ડી સરકાર માટે શરમજનક ગણાવાયું છે, જે પહેલાથી જ ખર્ચે ખ્રિસ્તી ધર્મને પ્રોત્સાહન આપવા બદલ ટીકાઓનો સામનો કરી રહી છે

(11:36 am IST)