મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

બે હુમલાખોર ઠાર

ન્યુજર્સીમાં સ્ટોરની બહાર અંધાધુંધ ફાયરિંગઃ પોલીસ ઓફિસર સહિત ૬ના મોત

વોશિંગ્ટન, તા.૧૧: અમેરિકાના ન્યૂજર્સીમાં બુધવારે થયેલા એક શૂટ આઉટમાં એક પોલીસકર્મી સહિત ૬ લોકોના મોત થયા છે. શૂટ આઉટની આ ઘટના શહેરના બેવ્યૂ વિસ્તારમાં બની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો એક સ્ટોરની બહાર થયો હતો.મીડિયા રિપોર્ટ મુજબ, બેવ્યૂ અને માર્ટિન લૂથર કિંગ રોડ પાસે બપોરના સમયે આ શૂટઆઉટ બાદ વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તત્કાલ આ વિસ્તારમાં આવેલી શાળા અને અન્ય સાર્વજનિક સ્થળો આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.આ ઘટના બાદ SWAT સહિત પોલીસની ઈમરજન્સી સર્વિસ યૂનિટ્સ પણ વિસ્તારમાં તપાસ કરી રહી છે. શૂટઆઉટની દ્યટનામાં એક પોલીસકર્મી અને ૩ રાહદારીઓએ જીવ ગુમાવ્યો છે. આ સાથે બે સંદિગ્ધ હુમલાખોરને પણ મારી નાંખવામાં આવ્યા છે. પોલીસ તરફથી હુમલાખોરો વિશેની કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

(11:35 am IST)