મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

દેશભરમાં વિન્ટર સેલનો પ્રારંભ

વિવિધ કંપનીઓ આકર્ષક ઓફરો સાથે મેદાનમાં : વધુ ડિસ્કાઉન્ટ આપવાની સ્પર્ધા : ગ્રાહકોને મળશે લાભ

નવી દિલ્હી તા ૧૧  :  દેશના ઘણા રાજયોમાં હજુ શિયાળો શરૂ થયો નથી ત્યારે કંપનીઓએ વિન્ટર સેલ શરૂ પણ કરી દીધા છે. કારણ કે, રિટેલર્સ અને બ્રાન્ડ્સને આ વખતે વેચાણ નબળુ રહેવાની અપેક્ષા છે. અર્થતંત્રની નરમાઇ અને હવામાન વિભાગે અદછી ઠંડી પડવાની આગાહી કરી હોવાથી કંપનીઓએજિન્ટર સેલના પાટિયા અત્યારથી જ લટકાવી દીધા છે.

ઘણા રિટેલર્સ અને બ્રાન્ડ્સે આ વર્ષના તેમના ' એન્ડ ઓફ વિન્ટર સિઝન સેલ' અને ' યર એન્ડ સેલ' બે સપ્તાહ વહેલા શરૂ કરી દીધા છે. ઇ-કોમર્સ માર્કેટપ્લેસિસ એમેઝોન અને ફિલ્પકાર્ટે પણ ઇન્વેનટરી કિલયર કરવા માટે ચાલુ મહિને અને આવતા મહિને મોટા કદની પ્રમોશનસ્કીમની વ્યવસ્થા કરી હોવાનુંં ઉદ્યોગ જગતના ત્રણ એકિઝકયુટિવ્સે જણાવ્યું હતુઘ બંને માર્કેટપ્લેસ સ્માર્ટફોન અને ઇલેકટ્રોનિકસ સહિતની તમામ પ્રોડકટ્સ કેટેગરીમાં ડિસ્કાઉન્ટ આપશે અને આ ડિસ્કાઉન્ટ સામાન્ય દિવસોમાં મળતા ડિસકાઉન્ટ કરતાં વધારે હશે.

''અત્યારે કન્ઝયુમર સેન્ટિમેન્ટ નબળું હોવાથી પેનિક સર્જાયુ છે, એટલે કંપનીઓએ વ્યુશરચના બદલી છે. જોકે, રિટેલર્સ અને બ્રાન્ડસ પણ આગાહીઓના આધારે પહેલેથી જ મોટા પ્રમાણમાં માલસામાનની ખરીદી કરી લે છે, એટલે કેશ ફલો સબંધિત સમસ્યાસર્જાય છે અને બાદમાં ઇન્વેન્ટરી ખાલી કરવા માટે તેમને ડિસ્કાન્ટ ઓફર કરવા પડેછે.'' એમ કન્સલટન્સી કંપની થર્ડ આઇસાઇટના સી.ઇ.ઓ. દેવાશું દત્તાએ કહ્યું હતું.

સામાન્ય રીતે વિન્ટર સેલ ડિસેમ્બરના અંતે અથવા તો જાન્યુઆરીના પ્રારંભિક દિવસોમાં આવતા હતા, પરંતુ વર્ષના છેલ્લા બે મહિનામાં બિઝનેસ નબળો રહેતો હોવાથી કંપનીઓએ છેલ્લા બે વર્ષથી વિન્ટર સેલની શરૂઆત વહેલી કરવાનું શરૂ કરી દીધુ છે, પરંતુ આ વર્ષે તો વુડલેન્ડ રિટેલ અને રબીએમઇ જેવી બ્રાન્ડ્સે વિન્ટર સેલની શરૂઆત કરી દીધી છે. માકર્સ એન્ડ સ્પેન્સર પણ  શિયાળુ વસ્ત્રો માટે પ્રોમશન ચલાવી રહી છે. અરવિંદ બ્રાન્ડ્સ ડિસેમ્બરના ત્રીજા સપ્તાહથી સેલની શરૂઆત કરવાની છે. વૂડલેન્ડ ઇન્ડિયાના એમ.ડી. હરકિશન સિ઼ઘે કહ્યું હતું કે, ગયા વર્ષ કરતા આ વર્ષે વેચાણમાં ઓછીવૃદ્ધિની આશા સાથે સેલ વહેલા શરૂ થઇ ગયા છે, અને કંપનીઓ વિન્ટર વેર પર પણ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. મે-જુન દરમિયાન બિઝનેસ ધીમો હતો અને દિવાળી દરમિયાન તેમાં થોડોક વધારો થયો હતો, જયારે નવેમ્બરમાં ફરી વેચાણ નરમ રહ્યું હતું.''

નવી દિલ્હી સ્થિત શોપીંગ મોલ સિલેકટ સિટીવોર્ડના એેકિઝકયુટીવ ડિરેકટર યોગેશ્વર શર્માકહે છે કે '' હવે શોપિંગમાં ઓફર આપવી અનિવાર્ય થઇ ગઇ છે અને રિટેલર્સ લગભગ દરેક મહિને આવા વિકલ્પો આપવાની તક શોધી રહ્યાં છે. શિયાળા માટે બનતો માલ વેચવો ખુબ જરૂરી હોય છે કારણ કે, માલ ન વેચાય તો બ્રાન્ડ્સે તેને છેક આવતા વર્ષ સુધી સાચવવો પડેછે. આથી ઘણા રિટેલર્સ ડિસ્કાઉન્ટ ઓફર કરવાની સાથે સાથે સેલની શરૂઆત વહેલી કરતાં હોવાનુંૅ સામાન્યથઇ ગયું છે''.

(11:33 am IST)