મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

કલમ ૩૭૦ - CAB: હિંદુત્વના નવા 'લોખંડી પુરૂષ' બન્યા અમિત શાહઃ સંઘ -ભાજપનો નવો ચહેરો

ટ્રીપલ તલાક-નાગરિકતા- કલમ ૩૭૦ ત્રણેય મુદે ગૃહમાં વટ દાખવ્યો : વિપક્ષના તીખા પ્રહારોનો રણનીતિ સાથે આપ્યો જવાબ

નવી દિલ્હીઃ આરએસએસ  અને ભાજપ ના તમામ મહત્વના એજન્ડા પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મુદ્દાઓને સંભાળતા દેખાઈ રહ્યા છે. ગૃહમંત્રી  તરીકે અમિત શાહએ ટ્રિપલ તલાક, કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના બિલને પાસ કરાવ્યું છે અને હવે જે રીતે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન શાહે જવાબ આપ્યો છે તેનાથી ભાજપ અને સંદ્ય હિન્દુત્વનો નવો ચહેરો બનીને સામે આવી રહ્યા છે.

લોકસભામાં આ બિલ પર ચર્ચા અને બિલ પાસ કરાવતી વખતે શાહે વડાપ્રધાન મોદીની ગેરહાજરીમાં સ્થિતિ સંભાળી હતી. જોકે, શાહે દ્યણી વખત વડાપ્રધાન મોદી અને તેમના ગાઈડન્સનો ઉલ્લેખ કર્યો. ૨૦૧૪માં મોદી સરકાર સત્તામાં આવી તે પછી અમિત શાહે પડકારજનક રણનીતિમાં કસાયેલા ખેલાડી તરીકે જોવામાં આવ્યા પણ જયારે કેન્દ્રમાં ભાજપ ફરીથી સત્તામાં આવી તો શાહનો રોલ મહત્વનો પણ મોટો થઈ ગયો.

નવી સરકારમાં જયારે ગૃહમંત્રી તરીકે અમિત શાહ ત્રણ મહત્વના બિલ પાસ કરાવવાની દીશામાં આગળ વધી રહ્યા છે. કાશ્મીરથી કલમ ૩૭૦ દૂર કરવા ભાજપે બિલ રાજયસભામાં લાવવામાં આવ્યું અને અહીં આખો મામલો અમિત શાહના હાથમાં હતો. જયારે વડાપ્રધાન મોદી રાજયસભામાં નહોતા.

જે રીતે એક પછી એક સ્થિતિને પાર કરાવી રહ્યા છે ભાજપ સમર્થક તેમને લોહ પુરુષનું બિરુદ આપવા લાગ્યા છે. ભાજપમાં પણ ચર્ચા શરુ થઈ ગઈ છે કે વડાપ્રધાન મોદીના ઉત્ત્।રાધિકારી અમિત શાહ છે, અને મોદી પછી શાહ વડાપ્રધાન બનશે. પહેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથને ભાજપ-સંદ્યનો હિન્દુત્વ ચહેરો માનવામાં આવતો હતો પણ હવે તેમાં બદલાવ દેખાઈ રહ્યો છે.

(11:30 am IST)