મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

કયાં છે અચ્છે દિન ? લોટ-ઘઉં-દાળ-પેટ્રોલ-ડુંગળી બધુ જ મોંઘુ

સરકાર જ કહે છે ર૦૧૯માં રર જરૂરી ફુડ આઇટમમાંથી ર૦ના ભાવ વધ્યા : ડુંગળીના ભાવ ૪ ગણા વધ્યા : સામાન્ય માણસોની હાલત કફોડી : જીવવું કેમ ? ઉઠતો પ્રશ્ન

નવી દિલ્હી, તા. ૧૧: ડુંગળીના ભાવ રૂ. ૧૬૦ને પાર કરી ગયા છે. આ પહેલા ટમેટાના ભાવે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહક બાબતોના મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે ર૦૧૯માં રર જરૂરી ફૂડ આઇટમમાંથી ર૦ના ભાવ ઘણા વધ્યા છે. જાન્યુ. થી ડિસેમ્બર વચ્ચે ડુંગળીના ભાવમાં ૪ ગણો વધારો થયો છે.

જાન્યુ.માં ચોખા ૩૦ રૂપિયા, ઘઉં ર૬ રૂપિયા, લોટ ર૭ રૂપિયા, અડદની દાળ ૭ર રૂપિયે, બટેટા ૧૭ રૂપિયે, ડુંગળી ૧૮ રૂપિયે કિલો હતી. જુનમાં ચોખાનો ભાવ ૩ર, ઘઉં ર૬, લોટ ર૮ અને ડુંગળી ૧૯ રૂપિયે કિલો હતી. નવેમ્બરમાં ડુંગળીનો ભાવ વધીને ૬૧ રૂપિયા થયો જયારે ડિસેમ્બરમાં તે ૮ર રૂપિયે કિલો થયો.

મંત્રાલય તરફથી અપાયેલી માહિતી મુજબ અડદ, મગની દાળ, તુવેરની દાળના ભાવ વધ્યા છે. જયારે ચણાની દાળનો ભાવ સ્થિર રહ્યો છે. ફુડ આઇટમમાં ડિમાન્ડ અને સપ્લાય બેલેન્સ બગાડી ચૂકયું છે. મોસમના મારની અસર ઉત્પાદન ઉપર પડી છે. બીજી તરફ યોગ્ય સંગ્રહ સુવિધા નહિ હોવાથી સમસ્યા વધુ ગંભીર બની છે.

જાન્યુ.માં ડુંગળીનો ભાવ ૧૮ હતો જે ડીસેમ્બરમાં ૮૧ થયો છે. તુવેરદાળ ૭રની કિલો હતી જે વધીને ૯પની કિલો થઇ છે. અડદ અને મગની દાળના ભાવ પણ ર૦ ટકા વધ્યા છે. બટેટા ૪૦ ટકા સુધી મોંઘા થયા છે. જયારે ઘઉં અને ચોખા પણ ૧૦ ટકા મોંઘા થયા છે.

પેટ્રોલ-ડિઝલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. દિલ્હીમાં પેટ્રોલ ૭પ તો ડિઝલ ૬૬નું થયું છે જેના કારણે તમામ ચીજો મોંઘી થઇ ગઇ છે.

મોંઘવારીએ માથું ઉંચકતા સામાન્ય માણસોની હાલત કફોડી બની ગઇ છે. જીવવું કેમ એવા સવાલો ઉઠી રહ્યા છે. સરકાર અચ્છે દિનના વાયદા કરીને બૂરે દિનનો અહેસાસ કરાવી રહી છે.

૧ર મહિનામાં કેટલા ભાવ વધ્યા

ચીજ

જાન્યુ.

જુન

નવે.

ડિસે.

ચોખા

૩૦

૩ર

૩૪

૩૪

ઘઉં

ર૬

ર૬

ર૮

ર૮

લોટ

ર૭

ર૮

૩૦

૩૦

તુવેરદાળ

૭૩

૮૩

૮૯

૮૯

અડદદાળ

૭ર

૭પ

૯૧

૯પ

મગદાળ

૭૬

૮ર

૮૮

૯૦

સીંગતેલ

૧ર૬

૧ર૯

૧૧૩

૧૧૩

બટેટા

૧૭

૧૮

ર૩

ર૩

ડુંગળી

૧૮

૧૯

૬૧

૮ર

ગોળ

૪ર

૪૪

૪૭

૪૭

દુધ

૪૩

૪૩

૪પ

૪પ

(11:26 am IST)