મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

હવે સોનાના ઘરેણાની માફક હવે પીવાના પાણી માટે પણ BIS નિયમ લાવવા સરકારની તૈયારી

કન્ઝ્યુમર્સ અફેર્સ મિનિસ્ટ્રીએ આ અંગે જળ શક્તિ મંત્રાલયને પત્ર લખ્યો

 

નવી દિલ્હી : હવે સોનાના ઘરેણાંની માફક કેન્દ્ર સરકાર પીવાના પાણી માટે નવો નિયમ લાવવા જઇ રહી છે. કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર રામ વિલાસ પાસવાને જણાવ્યું કે રાજ્ય સરકારે લોકોને પાઇપ લાઇનથી પૂરા પાડવામાં આવતાં પીવાના પાણી માટે બીઆઇએસ માનક ફરજિયાત બનાવવા પર સહમત થઇ ગઇ છે.

તેણે કહ્યું કે તેનાથી લોકોને સુરક્ષિત અને સારી ગુણવત્તાવાળુ પાણી ઉપલબ્ધ થશે. સમયે પાઇપથી પૂરા પાડવામાં આવતાં પીવાના પાણી માટે બીઆઇએસ માનક અપનાવવું સ્વૈચ્છિક છે. કેન્દ્ર તેને ફરજિયાત બનાવવા અંગે વિચારી રહી છે અને તેના માટે કન્ઝ્યુમર્સ અફેર્સ મિનિસ્ટ્રીએ અંગે જળ શક્તિ મંત્રાલયને પત્ર લખ્યો છે

બીઆઇએસ એટલે કે બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અનુસાર, ભારતમાં પાણીની ગુણવત્તા બીઆઇએસ-10500 અંતર્ગત માપવામાં આવે છે. બીઆઇએસે ડ્રિંકિંગ વૉટર અને પેકેજ્ડ ડ્રિંકિંગ વૉટરના માનકો માટે નિયમો બનાવ્યા છે.તે અનુસાર પાણીમાં ટીડીએસની માત્રા 0 થી 500 પીપીએમ (પાર્ટ્સ પ્રતિ મિલિયન) હોવી જોઇએ. સાથે પીએચ લેવલ 6.5થી 7.5 વચ્ચે હોવો જોઇએ. તેનાથી વધુ હોવા પર તે નુકસાનકારક છે.

(8:43 am IST)