મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

સરકાર 2000ની નોટ બંધ કરવાની નથી: સરકારની સ્પષ્ટતા

નોટ અંગે જે કોઈ વાતો ચાલી રહી છે તે માત્ર અફવા છે: કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી

નવી દિલ્હીઃ નાણા અને કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે સોશિયલ મીડિયા પર છવાયેલી .2000ની નોટ બંધ થવાની અફવાઓનું ખંડન કર્યું છે. અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું કે, તેના અંગે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. સરકાર રૂ.2000ની નોટ બંધ કરવાની નથી.

  રાજ્યસભામાં પુછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, સરકારની હાલ રૂ.2000ની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલથઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 31 ડિસેમ્બર, 2019થી રૂ.2000ની નોટ બંધ થવા જઈ રહી છે. રૂ. 2000ની નોટ બંધ થવાની નથી કે રૂ.1000ની નવી નોટ માર્કેટમાં આવવાની નથી. નોટ અંગે જે કોઈ વાતો ચાલી રહી છે તે માત્ર અફવા છે.

   સપાના સાંસદ વિશ્વમ્ભર પ્રસાદ નિષાદે પુછ્યું હતું કે, રૂ.2000ની નોટ લાવવાથી કાળા નાણામાં વધારો થયો છે. લોકોમાં માન્યતા છે કે તમે રૂ.2000ની નોટ બદલવા માટે રૂ.1000ની નોટ ફરીથી રજુ કરવા જઈ રહ્યા છો.

(12:00 am IST)