મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

વાર્ષિક પરફોર્મન્સ સૂચકાંકમાં ભારતની મોટી છલાંગ : ટોપ-10માં સામેલ

કલાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં 57 દેશોની યાદીમાં ટોપ-10માં સ્થાન હાંસલ કર્યું

મેડ્રીડઃ ભારતે પ્રથમવાર ક્લાઇમેન્ટ ચેન્જ પરફોર્મન્સ ઈન્ડેક્ષની 57 દેશોની યાદીમાં ટોપ-10માં સ્થાન મેળવ્યું છે મેડ્રીડ ખાતે ચાલી રેહલીક્લાઇમેન્ટ સમિટમાં આ સૂચકાંક જાહેર કરાયો છે  વર્તમાન માથાદીઠ ઉત્સર્જનનું પ્રમાણ અને ઉર્જાના વપરાશના આધારે 'હાઈ કેટેગરી'  સાથે ભારતે આ સુચકાંકમાં 9મું સ્થાન હાંસલ કર્યું છે. 

  સ્પેનની રાજધાની મેડ્રીડમાં આ સૂચકાંક જાહેર કરતા જણાવાયું છે કે, 2030ના લક્ષ્યાંકોની સરખામણીએ આ પ્રદર્શન ઘણું જ નબળું છે. ભારતે ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન અને ઉર્જાના વપરાશની કેટેગરીમાં હાઈ રેટિંગ મેળવ્યું છે. ભારત સરકારે હજુ ફોસિલ ફ્યુઅલ સબસિડી માટેનો રોડમેપ તૈયાર કરવાનો બાકી છે. કેમ કે ભારત હજુ ઉર્જા ઉત્પાદનમાં કોલસા પર સૌથી વધુ આધાર રાખી રહ્યું છે.

  આ રિપોર્ટ જાહેર કરતા લખ્યું છે કે, ઓસ્ટ્રેલિયા(Australia), સાઉદી અરેબિયા અને અમેરિકાનું  પ્રદર્શન ખુબ જ નબળું રહ્યું છે અને તેમણે  પોતાની જળવાયું નીતિમાં ફેરફાર કરવો પડશે 57 દેશોમાંથી 31 દેશ સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરી રહ્યા છે અને વિશ્વના 90 ટકા કાર્બન ઉત્સર્જનમાં તેઓ ભાગીદાર છે. યુરોપિયન યુનિયનમાં બુલ્ગારિયા(49) અને પોલેન્ડ(50)નું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. 

વિશ્વમાં એક પણ  દેશ જળવાયું પરિવર્તનને કાબુમાં લેવા માટે નક્કી કરવામાં આવેલા તમામ ધોરણોમાં ખરો ઉતર્યો નથી. આ કારણે જ યાદીમાં પ્રથમ ત્રણ સ્થાન ખાલી રાખવામાં આવ્યા છે. ચોથા ક્રમાંકથી યાદી શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ ક્રમે સ્વીડન છે અને તેના પછી ડેનમાર્ક આવે છે. ચીને તેના રેન્કિંગમાં થોડો સુધારો કર્યો છે અને 30મા ક્રમે આવ્યું છે. 

(9:06 pm IST)