મુખ્ય સમાચાર
News of Tuesday, 11th December 2018

કોંગ્રેસની જીતમાં ચાર ગુજરાતીઓએ ચાવીરૂપ ભૂમિકા નિભાવી : સુપેરે સંભાળી ખુબ જ મહત્વની જવાબદારી

નવી દિલ્હી ;આજે દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે જેમાં ત્રણ રાજ્યોમાં ભાજપને પછડાટ લાગી છે તેના હાથમાંથી સતા છીનવાઈ છે

પાંચમાંથી રાજસ્થાન, છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તારૂઢ થવા જઇ રહી છે. ભાજપના કોંગ્રેસમુક્ત ભારતનું સપનું તૂટી ગયું છે. દેશભરના કોંગ્રેસ નેતાઓથી લઇને કાર્યકર્તાઓ જીતની ઉજવણી કરી રહ્યાં છે,ત્યારે કોંગ્રેસની જીતમાં ગુજરાતી આગેવાનોએ મહત્વનો રોલ નિભાવ્યો છે.
   ગુજરાતમાં ગત વિધાનસભામાં ભલે કોંગ્રેસ સત્તા પર ન આવી શકી પરંતુ બેઠી જરૂર થઇ હતી. પાડોશી રાજ્ય રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપના સૂપડા સાફ થઇ ગયા છે. કોંગ્રેસને દેશમાં ફરી બેઠી કરવા પાછળ કેટલાક ગુજરાતીઓએ મહત્વની ભૂમિકા નિભાવી હતી.મધ્યપ્રદેશના પ્રભારી તરીકે ગુજરાતી દિપક બાબરિયાએ જવાબદારી સંભાળી હતી.જયારે મધ્યપ્રદેશમાં સ્ક્રિનિંગ કમિટીના ચેરમેન તરીકે મધુસુદન મિસ્ત્રીની નિયુક્તિ કરાઇ હતી. આ સિવાય રાજસ્થાન માઇનોરિટી સેલના ચેરમેન તરીકે ગુજરાતના બદરુદ્દીન શેખને જવાબદારી સોંપવામાં આવી હતી

   ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને તમામ પાંચેય રાજ્યની ચૂંટણીના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી.ગુજરાતમાં કોંગ્રેસને જીત માટે હાથવેંત છેટું રહ્યું હોય પરંતુ ફરી સાબિત થયું છે કે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ જરૂર પડ્યે પાર્ટી પ્રત્યે મહત્વનો રોલ નિભાવી શકે છે. હવે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાતના નેતાઓ હાઇકમાન્ડમાં યોગદાન આપી શકે છે.

(10:39 pm IST)