મુખ્ય સમાચાર
News of Wednesday, 11th November 2020

ઇન્ડિયન અમેરિકન યુવાન ચિરાગ સચદેવને 33 માસની જેલસજા : 4442 ડોલર ( અંદાજે 3.29 લાખ રૂપિયા ) નો દંડ : ટેલી માર્કેટિંગ તથા બેન્ક ફ્રોડ કર્યાની કબૂલાત

રોડ આઇલેન્ડ : યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન  30 વર્ષીય યુવાન ચિરાગ સચદેવને  33 માસની જેલસજા તથા  4442 ડોલર ( અંદાજે 3.29 લાખ રૂપિયા ) નો દંડ કરાયો છે.

 ચિરાગ સચદેવએ અમેરિકામાં અનેક વૃદ્ધ લોકોના બેન્ક એકાઉન્ટના ઓનલાઈન યુઝર નેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને પૈસા ચોરવાના ષડયંત્રમાં સામેલ હોવાનો એકરાર કર્યો છે.

અમેરિકી અદાલતે સચદેવને 33 મહિનાની કેદ પછી મુક્ત થયા બાદ ત્રણ વર્ષ સુધી તેના પર દેખરેખ રાખવાનો પણ આદેશ આપ્યો છે. આ ઉપરાંત પીડિતોને નુકસાન ભરપાઈ પેટે 4442 ડૉલર એટલે કે 3.29 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ સંબંધિત અન્ય એક ઠગાઈ કેસમાં વધુ એક ભારતીય નાગરિક મનીષ કુમારની પણ ધરપકડ કરાઈ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:47 pm IST)