મુખ્ય સમાચાર
News of Wednesday, 11th November 2020

દેશમાં મોદીની લહેર યથાવતઃ ૧૧ રાજ્યોની ૫૯ બેઠકો પર ચૂંટણી યોજાઈઃ ભાજપને મળી ૪૦ બેઠકો

નવી દિલ્હીઃ બિહારની ચૂંટણી થકી દેશમાં પીએમ મોદીના ચુંબકીય વ્યકિતત્વની ઝલક જોવા મળી. આ ચૂંટણીએ સાબિત કર્યુ કે દેશમાં હજુ મોદીની લહેર ચાલુ છે. ૧૧ રાજ્યોમાં ૫૯ બેઠકોની ચૂંટણી યોજાઈ. જેમાંથી ભાજપે ૪૦ બેઠકો જીતી. મધ્ય પ્રદેશમાં ભાજપે ૨૮માંથી ૧૯ બેઠકો મેળવી શિવરાજ સરકારનો પાયો વધુ મજબૂત કર્યો. ભાજપે યુપી, ગુજરાત, મણીપુરમાં સારો દેખાવ કર્યો. કર્ણાટકમાં બન્ને બેઠકો ભાજપે જીતી. ગુજરાતમાં પણ તમામ ૮ બેઠકો  ભાજપે મેળવી. યુપીની ૭માંથી ૬ અને મણીપુરમાં ૪માંથી ૩ બેઠકો મેળવી.

(3:36 pm IST)