મુખ્ય સમાચાર
News of Wednesday, 11th November 2020

ચીનનું અર્થતંત્ર બેઠું થતું હોવાના સંકેત છતાં તેનો મોંઘવારી દર 11 વર્ષના તળિયે પહોંચ્યો

નિકાસ તથા ઉત્પાદન ક્ષેત્રની ઝડપી વૃદ્ધિ છતાં ફુગાવાના નબળો આંક સૌથી વિપરીત સ્થિતિના સંકે

નવી દિલ્હી :ચીનમાં ફેકટરી-ગેટ ભાવ ઓકટોબરમાં અપેક્ષા કરતા વધુ ઘટયા છે અને ગ્રાહક ભાવ નિર્દેશાંક આધારિત ફુગાવો 2009ની નીચી સપાટીએ જોવા મળ્યો છે. ભાવ તથા ફુગાવામાં ઘટાડો ચીનમાં કોરોનાને કારણે આર્થિક પડકારો ચાલુ હોવાના સંકેત આપે છે.ધ પ્રોડયૂસર પ્રાઈસ ઈન્ડેકસ ઓક્ટોમ્બરમાં વાર્ષિક ધોરણે 2.10 ટકા ઘટયો છે, એમ ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટેસ્ટિકસના એક નિવેદનમાં જણાવાયું હતું.

નિકાસ તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં અપેક્ષા કરતા વધુ ઝડપી વૃદ્ધિ જોવા મળી છે જ્યારે ફુગાવાના નબળા આંક સૌથી વિપરીત સ્થિતિના સંકેત આપે છે. નિકાસ તથા ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિ ચીનમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં રિકવરી થઈ રહ્યા નિર્દેશ કરે છે. આમ ચીનનું અર્થતંત્ર બેઠું થતું હોવાના સંકેત છતાં તેનો મોંઘવારી દર 11 વર્ષના તળિયે પહોંચ્યો છે.

2020માં ચીનનો આર્થિક વિકાસ દર સામાન્ય વધવાની ધારણાં રખાઈ રહી છે, પરંતુ 2021માં તેમા જોરદાર બાઉન્સ જોવા મળશે એમ એનાલિસ્ટો જણાવી રહ્યા છે. ગ્રાહક ભાવ નિર્દેશાંક વાર્ષિક ધોરણે અડધો ટકો વધ્યો છે જે 2009 બાદ સૌથી ધીમો સુધારો છે.

(12:22 pm IST)