મુખ્ય સમાચાર
News of Wednesday, 11th November 2020

કોરોનાના ડાકલા-લોકડાઉન- નોકરીઓ ગઇ છતાં પ્રજાની અદાલતમાં મોદી પાસ

મોદી - ભાજપ માટે અગ્નિપરીક્ષા સમી હતી પેટાચૂંટણી - બિહારની ચૂંટણી

નવી દિલ્હી,તા.૧૧: બિહારમાં ભાજપ અને જેડીયૂના નેતૃત્વમાં એનડીએનું સત્તાામાં પાછા આવવાનું લગભગ નક્કી જ છે. બિહાર વિધાનસભા ચૂંટણીને કોવિડ-૧૯ મહામારી આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપ માટે પહેલી પરીક્ષા તરીકે જોવામાં આવી રહી હતી. કોરોના વાયરસના પ્રકોપ ઘટાડવા માટે લોકડાઉન લાગુ કરવું પડ્યું, જેની સીધી અસર દેશની ઈકોનોમી અને રોજગારીની તકો પર પડી. એવામાં જો બિહારની જનતાએ ફરીથી એનડીએનો સાથ આપ્યો તો તેનો એક અર્થ એ પણ નિકાળી શકાય કે મોદીના કોવિડ મેનેજમેન્ટથી બિહાર અને બિહારીઓ ખુશ છે.

૧૦ રાજયોની કુલ ૫૦ વિધાનસભા બેઠકો અને બિહારની વાલ્મીકી નગર લોકસભા બેઠક પર પણ પેટાચૂંટણી થઈ. આ પેટાચૂંટણીમાં પણ ભાજપે શાનદાર દેખાવ કર્યો છે. પાર્ટી માટે સૌથી મોટી ખુશખબર મધ્ય પ્રદેશથી આવી છે, જયાંની ૨૮ વિધાનસભા બેઠકોમાંથી ૨૦ બેઠકો તેમની ઝોળીમાં જતી દેખાઈ રહી છે. તો, ગુજરાતમાં બધી ૮ બેઠકો પર ભાજપનો કબજો થતો દેખાઈ રહ્યો છે. તો, કર્ણાટકની બેમાંથી એક બેઠક પર ભાજપની જીત થઈ ચૂકી છે, જયારે કે, અન્ય બેઠક પર તે આગળ છે. તો, બિહારની વાલ્મીકી નગર લોકસભા બેઠક પર પણ ભાજપ ગઠબંધન સાથીદર જેડીયુની જ જીત થતી દેખાઈ રહી છે.

બિહાર દેશના સૌથી ગરીબ રાજયોમાંથી એક છે અને વિકાસના મોટાભાગના માપદંડોમાં પાછળ છે, પરંતુ રાજયની મોટી વસ્તી રાજકીય રીતે દ્યણી જાગૃત છે. ૫૪૫ બેઠકોવાળી વિધાનસભામાં બિહાર ૦ સાંસદ પોતાના ખાતામાંથી મોકલે છે. અહીંની ૨૪૩ વિધાનસભા બેઠકોમાં એનડીએના ખાતામાં બહુમતીના જાદુઈ આંકડા ૧૨થી કયાંય વધુ બેઠકો જતી દેખાઈ રહી છે.

બિહારમાં રોજગારીની સમસ્યા લાંબા સમયથી રહી છે. અહીં બેરોજગારીનો દર ૧૦.૨્રુ છે, જે ૨૦૧૮-૧૯ના પેરિયોટિક લેબર ફોર્સ સર્વે મુજબ સમગ્ર દેશની સરેરાશથી બેગણો વધારે દર છે. આ કારણે બિહારીઓ રોજગારીની શોધમાં પલાયન પણ મોટી સંખ્યામાં કરે છે, જેમને લોકડાઉન પછી પાછા બિહાર આવવું પડ્યું હતું. તેમની સંખ્યા લગભગ ૧૫ લાખ જણાવાઈ રહી છે. એ જ કારણે બધી પાર્ટીઓએ પોત-પોતાના ઢંઢેરામાં રોજગાર પર ઘણો ભાર આપ્યો છે. આરજેડીએ તો સરકાર બનાવવા પર પહેલી કેબિનેટ મીટિંગમાં ૧૦ લાખ નોકરીઓ બહાર પાડવાનું વચન આપી દીધું હતું. હકીકતમાં, બિહાર પાછા આવેલા કેટલાક શ્રમિકો તો પાછા કામ પર જતા રહ્યા છે, પરંતુ મોટી સંખ્યામાં લોકો હજુ પણ બિહારમાં જ છે. તેમાંથી દ્યણા ઈચ્છે છે કે, તેઓ અહીં જ રહીને કોઈ કામ કરી લે.

બિહારમાં ૨,૨,૯૧૭ કોરોના કેસ આવી ચૂકયા છે. જોકે, એકિટવ કેસોની સંખ્યા સતત ઘટતા હવે ૬,૫૦૩ સુધી આવી ગઈ છે .આ રીતે, બિહાર દેશના સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજયોની યાદીમાં ૧૧મા નંબરે આવે છે. અહીં હોસ્પિટલોની સ્થિતિ સંતોષકારક નથી. પરંતુ, રાજયની જનતાએ ભાજપનો સાથ આપીને સ્પષ્ટ કરી દીધું છે કે, તે મોદીના ચહેરા પર હજુ પણ વિશ્વાસ રાખી રહ્યા છે. ધ્યાન રહે કે ભાજપ દરેક બિહારવાસીને મફતમાં કોરોના વેકસીન આપવાની વાત પણ કહી ચૂકયો છે.

(10:16 am IST)