News of Monday, 11th November 2019
આદિત્ય ઠાકરે સાચા નેતા છેઃ યૂ-ટયુબ પર જુઓ એમની ક્ષમતાઃ શિવસેના સાંસદ સાવંતની ટિપ્પણી
કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામુ આપનાર શિવસેના સાંસદ અરવિંદ સાવંતએ પાર્ટી પ્રમુખ ઉદ્વવ ઠાકરેના મોટા પુત્ર અને પાર્ટી નેતા આદિત્ય ઠાકરેને લઇ કહ્યું છે કે જયારે તમે એમને યુટયુબ પર જોશો તો તમને આ યુવાન છોકરાની ક્ષમતાનો ખ્યાલ આવશે.
સાવંતએ કહ્યું એમનામા સાચા નેતૃત્વની ક્ષમતા છે તે દેશના દુરદર્શી નેતા છે. એનસીપી એ સરકાર બનાવવા માટે શિવસેનાની સામે બીજેપી-એનડીએથી નાતો તોડવાની શરત રાખી છે.
(10:19 pm IST)