મુખ્ય સમાચાર
News of Monday, 11th October 2021

દેશના ૮૧ ટકા કોલસા આધારિત વીજ પ્લાન્ટની સ્થિતિ ગંભીર થી અતિ ગંભીર:

નવી દિલ્હી :  દેશમાં વીજળી ઉત્પાદન કરતા થર્મલ પ્લાન્ટૉમાં કોલસાની અછત અંગે વિસ્તૃત વિગતો જાહેર થઈ છે.

દેશના ૫૯ % પ્લાન્ટ સુપર ક્રિટિકલ કેટેગરીમાં આવે છે. ૨૩ % પ્લાન્ટ ક્રિટિકલ કેટેગરીમાં આવે છે. જ્યારે ૧૯ ટકા વીજ ઉત્પાદન કરતાં કોલસા આધારિત પ્લાન્ટ નોન  ક્રિટિકલ કેટેગરીમાં છે. આમ દેશના ૮૧ ટકા વીજ પ્લાન્ટની સ્થિતિ ગંભીર થી અતિ ગંભીર હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે.
દેશના વિવિધ પ્લાન્ટૉમાં કોલસા અંગેની સ્થિતિ જોઈએ તો ૧૬ વીજ પ્લાન્ટમાં ઝીરો દિવસની નો કુલ કોલસો હાલમાં છે. એટલે કે આ પ્લાન્ટ ચાલી શકે તેવી સ્થિતિ નથી.
જ્યારે દેશના ૩૦ કોલસા આધારિત વીજ પ્લાન્ટમાં માત્ર એક દિવસનો કોલસો બચ્યો છે.
૧૮ પ્લાન્ટ એવા છે કે જેમાં માત્ર બે દિવસનો જ કોલસો બચ્યો છે, જ્યારે ૧૯ પ્લાન્ટમાં ત્રણ દિવસનો, ૯ પ્લાન્ટમાં ચાર દિવસનો, સાત પ્લાન્ટમાં ૫ દિવસનો, ૧૧ પ્લાન્ટમાં ૬ દિવસનો, ૭ પ્લાન્ટસમાં ૭ દિવસનો અને ૧૮ કોલસા આધારિત વીજ પ્લાન્ટમાં સાત દિવસ કે તેથી વધુ સમય ચાલે તેટલો કોલસો બાકી રહ્યો છે. સાત ઓક્ટોબરના રોજ આ સ્થિતિ હતી. *ન્યુઝ ફર્સ્ટ

(8:24 pm IST)