મુખ્ય સમાચાર
News of Monday, 11th October 2021

ડેનમાર્ક PM એમ ફ્રેડરિક્સને તાજમહેલની મુલાકાત લીધી

આગ્રા,  તા.૧૦ : ડેનમાર્કના પ્રધાનમંત્રી એમ ફ્રેડરિક્સન અને તેમના પતિ બો ટેન્ગબર્ગે રવિવારની સવારે તાજમહેલની મુલાકાત લીધી અને તેને સુંદર સ્થળ ગણાવ્યુ છે. ફ્રેડરિક્સન શનિવારની સાંજે રાત્રે ૮ કલાકે આગ્રા સ્થિત વાયુસેના બેઝ પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશના ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ડેનમાર્કના પ્રધાનમંત્રી ત્યાંથી રાત્રિ વિશ્રામ માટે હોટલ પહોંચ્યા હતા.

રવિવારની સવારે ફ્રેડરિક્સન અને તેમના પતિ તથા એક પ્રતિનિધિમંડળ ઇકો ફ્રેન્ડલી વાહનમાં તાજમહેલ પહોંચ્યુ હતું. તેમનું સ્વાગત બ્રજના સ્થાનીક કલાકારોએ કર્યુ હતું. ફ્રેડરિક્સને પોતાના પતિની સાથે તાજમહેલની અંદર દોઢ કલાકનો સમય પસાર કર્યો હતો. ડેનમાર્કના પ્રધાનમંત્રીએ ઐતિહાસિક સ્મારકની તમામ માહિતી મેળવી હતી.

(12:00 am IST)