મુખ્ય સમાચાર
News of Friday, 11th October 2019

ના હોય.. વરરાજાનું પ્રી-વેડિંગ ફોટો-શૂટ ટોઇલેટમાં!

ભોપાલ,તા.૧૧:પ્રી-વેડિંગ ફોટો-શૂટને લઈને કોઈ પણ દુલ્હન અને વરરાજાના મનમાં ખૂબ ઉત્સાહ હોય છે, પરંતુ મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારમાં એક એવો સેલ્ફી ખેંચાવાને લઈ મજબૂર છે જેને તેઓ કદાચ કયારેય યાદ રાખવા માગતા નથી. વાત એમ છે કે શૌચાલયોના નિર્માણને વધારવા માટે બનનારા વરરાજાએ પોતાના ઘરમાં બનાવેલા ટોઇલેટમાં ઊભા રહીને ફોટો ખેંચાવવાનો છે. નહીંતર દુલ્હનને મુખ્યમંત્રી કન્યા વિવાહ/નિકાહ ૮ યોજના અંતર્ગત ૫૧,૦૦૦ રૂપિયા મળી  શકશે નહીં.

જોકે વાત એમ છે કે આ યોજનાના  ફોર્મનો ત્યારે સ્વીકાર થયો જયારે થનાર  વરરાજાના ઘરમાં ટોઇલેટ હોય. અધિકારી  દરેકના ઘરે જઈ ચેક કરવાને બદલે  ટોઇલેટમાં ઊભેલા વરરાજાની ડિમાન્ડ કરી રહ્યા છે. આ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ નહીં, ભોપાલ મહાનગરપાલિકામાં પણ ચાલુ છે. ભોપાલમાં એક સામૂહિક લગ્ન સમારંભમાં લગ્ન કરવા જઈ રહેલા એક દુલ્હાએ નામ ન આપવાની શરતે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે એક એવા મેરેજ સર્ટિફિકેટ વિશે વિચારો, ૅં જેમાં વરરાજા ટોઇલેટમાં ઊભો છે. મને  કહેવામાં આવ્યું કે જયાં સુધી હું ફોટો  આપીશ નહીં ત્યાં સુધી કાજી નિકાહ  પઢશે નહીં.

બીએમસીએના યોજના પ્રભારી સી.  બી. મિશ્રાએ કહ્યું કે પહેલાં લગ્નના  ૩૦ દિવસની અંદર ટોઇલેટ બનાવવાની છૂટ હતી જેને હવે ખતમ કરી દીધી છે. તેમનું કહેવું છે કે ટોઇલેટમાં ઊભેલા વરરાજાનો ફોટો લેવો કોઈ ખોટી વાત નથી. આ લગ્નના કાર્ડનો હિસ્સો નથી. જોકે બીએમસી કોર્પોરેટ અને સ્થાનિક કોંગ્રેસ નેતા રફિક કુરેશીએ કહ્યું કે એ વાત સમજમાં આવે છે કે ટોઇલેટ સ્વચ્છ ભારત મિશનનો મહત્ત્વપૂર્ણ હિરસો છે, પરંતુ આ પ્રક્રિયાને શ્રેષ્ઠ કરી શકાય છે.

(11:44 am IST)