મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

તેલ અવીવ નજીક ખોદકામ વેળાએ મળ્યું 5000 વર્ષ જુનું ખોવાયેલું શહેર

મંદિરો, શિલ્પો, માટીકામ અને હાડકાં અને સળગેલા પ્રાણીઓનાં કંકાલ પણ મળ્યા

 

ઉત્તરી ઇઝરાઇલના પુરાતત્ત્વવિદોએ કાંસ્ય યુગના પ્રારંભિક શહેરના અવશેષો શોધી કાઢયા છે. ખોવાયેલું શહેર ઇઝરાઇલના તેલ અવીવ શહેરથી આશરે 50 કિલોમીટર દૂર આવેલા નવા હાઇવે ઇંટરચેંજના બાંધકામ દરમિયાન મળી આવ્યું હતું.

પુરાતત્ત્વવિદોના જણાવ્યા મુજબ, શહેર 5000 વર્ષ જૂનું હોઈ શકે છે, જેને હાલના ન્યૂયોર્ક સિટી તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે 160 એકરમાં ફેલાયેલા પ્રાચીન શહેરમાં લગભગ પાંચ- હજાર લોકો વસશે. શહેર કાંસ્ય યુગની વિકસિત સંસ્કૃતિઓમાંની એક માનવામાં આવે છે.

અહીં મળેલા હજારો વર્ષો જુના અવશેષો તેના શહેરીકરણની વાર્તા કહે છે.અહીં ખોદકામ દરમિયાન, પુરાતત્ત્વવિદોને ઘણી ઇમારતો, રસ્તાઓ, શેરીઓ અને કિલ્લેબંધીના અવશેષો મળ્યા છે. સિવાય અહીં મંદિરો, શિલ્પો, માટીકામ અને હાડકાં અને સળગાવેલા પ્રાણીઓનું લોહી પણ મળી આવ્યું છે. એવું માનવામાં આવે છે કે અહીં પ્રાણીઓનું બલિદાન આપવામાં આવતું હશે.

(12:05 am IST)