મુખ્ય સમાચાર
News of Thursday, 11th October 2018

ગંગાની સફાઇ પછી નદીઓ પણ કહેશે 'મી-ટુ'-ઉમા ભારતી

નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ કહયું કે ગંગા અને યમુનાની સફાઇનું મિશન પુરૂ થયા પછી દેશ-દુનિયાની બીજી નદીઓ પણ 'મી-ટુ' કહેશે. તેમણે પત્રકારોને કહયું કે નદી અને મહિલાઓને આગળ વધવામાં કોઇ રૂકાવટ ન હોવી જોઇએ.

 'મી-ટુ' આંદોલન યૌન ઉત્પીડન અને યૌન હિંસાની વિરૂધ્ધનું એક અભિયાન છે જે સોશ્યલ મીડીયા પર ફેલાયેલું છે. દેશમાં વિભીન્ન ક્ષેત્રોની કેટલીય હસ્તિઓના નામ આવા મામલામાં આવવાથી સનસનાટી મચી ગઇ છે.ઉમા ભારતીએ કહયું કે નિતીન ગડકરીજીએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે અને તે પુરો થયા પછી બધી નદીઓ  'મી-ટુ' કહેવા લાગશે.

(3:48 pm IST)