મુખ્ય સમાચાર
News of Thursday, 11th October 2018

હેં... દેશમાં લાંચ લેનારા જ નહિ દેવાવાળા પણ વધ્યા

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડીયા અને લોકલ સર્કલ્સના રિપોર્ટમાં દાવોઃ આ વર્ષે ૧૧ ટકા વધુ લોકોએ આપી લાંચઃ ર૦૧૭ માં ૪પ ટકાએ લાંચ આપ્યાનું સ્વીકાર્યુ હતું તો આપ વર્ષે પ૬ ટકાએ લાંચ આપ્યાનું કબુલ્યુ

નવી દિલ્હી તા. ૧૧ :.. ફાયદો કે મજબૂરી, કારણ ગમે તે હોય પણ દેશમાં લાંચ દેવાવાળાની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. હમણાં જ બહાર પડેલા ઇંંડીયા કરપ્શન સર્વે ર૦૧૯ ના પરિણામો ચોંકાવનારા છે.

તમામ કોશીષો કરવા છતાં પણ દેશમાં આ વર્ષે લાંચ દેવાવાળાની સંખ્યામાં ૧૧ ટકાનો વધારો થયો છે. ર૦૧૭ માં ૪પ ટકા લોકોએ લાંચ આપી હોવાનું સ્વિકાર્યુ હતું. જયારે આ વર્ષે પ૬ ટકા લોકોએ માન્યું કે તેમણે લાંચ આપી છે.

ટ્રાંસપરસી ઇન્ટરનેશનલ ઇન્ડીયા અને લોકલ સર્કલ્સ તરફથી ર૧પ જીલ્લાના પ૦ હજાર લોકો પર કરાયેલ સર્વેના આ પરિણામો બહાર આવ્યા છે.

સર્વેમાં સામેલ લોકોએ કેદી જુદી સરકારો દ્વારા ભ્રષ્ટ્રાચાર રોકવા માટેના થઇ રહેલા ઉપાયો ઉપર નિરાશા પ્રગટ કરી હતી. ૩૮ ટકા લોકોએ કહયું કે રાજય સરકારો અને સ્થાનીક પ્રશાસને કેટલાક પગલા તો લીધા છે પણ અત્યાર સુધી તો તે પ્રભાવહીન સાબીત થયા છે.૪૮ ટકા લોકોનું માનવું છે કે રાજય સરકારો આ બાબતે ઉદાસીન છે અને કોઇ પગલા નથી લેતી.

મિલ્કત રજીસ્ટ્રેશનમાં સોૈથી વધુ લાંચ

- ૩૦ ટકા લોકોએ મિલ્કત અને જમીનના રજીસ્ટ્રેશન માટે લાંચ આપી

- રપ ટકા લોકોએ પોલીસને અને ૧૮ ટકા લોકોએ મ્યુનિસિપલ ઓફિસમાં લાંચ આપી

- ર૭ ટકા લોકોએ વિજળી વિભાગ, અવરજવર જેવા અન્ય વિભાગોમાં લાંચ આપી.

લાંચ આપવાના બહાના

- ૩૬ ટકા લોકોએ કહયું કોઇ વિકલ્પ નહોતો

- રર ટકા લોકોએ કહયું અમારૂ કામ લટકાવી દેત

- ૩ ટકા લોકોએ સમય પહેલા કામ કરાવવા માટે

-૩૯ ટકા લોકોએ કહયું કે આ પ્રકારના કામનો અનુભવ નહોતો.

ટેકનીક અસર હીન

- ૧૩ ટકા લોકોએ કહયું કે સીસીટીવી કેમેરા હોય તેવી ઓફિસોમાં પણ ભ્રષ્ટાચાર થાય છે.

- ૩૧ ટકા લોકોએ કમ્પ્યુટરથી ચાલતી ઓફિસમાં પણ લાંચ આપી

- ૧૮ ટકા લોકોએ પારંપારિક રીતે કામ કરતી ઓફિસોમાં લાંચ આપી

-૫૮ ટકા લોકોએ કહયું કે લાંચની ફરીયાદ માટે કોઇ હેલ્પ લાઇન નથી, જયારે

-૩૩ ટકા લોકોએ આ બાબતની કોઇ જાણકારી જ નહોતી.

(11:49 am IST)