મુખ્ય સમાચાર
News of Thursday, 11th October 2018

મારો તો કંઇ જ વાંક ન હતો છતાં મને સજા મળી રહી છેઃ ઉત્‍તર ભારતનીયોઅે ગુજરાતમાં તેમની ઉપર થયેલ હૂમલાની આપવિતી વર્ણવી

લખનૌઃ યૂપીના રાજધાની લખનૌના ચારબાગ રેલવે સ્ટેશન સોમવારે અડધી રાત્રે સાબરમતી એક્સપ્રેસ પહોંચી તો મોટાભાગના પ્રવાસીઓ ગાઢ નિદ્રામાં હતા. પરંતુ રાજકુમાર નિષાદની આંખમાં ઉંઘનું એક મટકું પણ નહોતું. અને નીકળે પણ કેમ રાજકુમારને હજુ પણ ગુજરાતમાં પસાર કરેલા તેના છેલ્લા કલાકો હજુ પણ તેની આંખ સામેથી પસાર થતા હતા અને જનરલ કોચમાં નીચે એક ખુણામાં બેઠો બેઠો તે કહેતો હતો કે મારો તો કંઈ વાંક નહોતો છતા આજે મન સજા મળી રહી છે.

લોકો શેરીઓમાં અમને શોધતા હતા

નિષાદે કહ્યું કે, ‘હું મારી પત્ની અને બે બાળકો સાથે વડોદરામાં રહેતો હતો. એકવાર રાજ્યમાં હુમલા શરુ થયા પછી અમારે ત્યાં પણ શેરીઓમાં લોકોના ટોળા ઘરે ઘરે યુપી-બિહારના લોકોને શોધતા હતા. જેના કારણે તે દિવસે મે મારા બાળકોને સ્કૂલે જવાની ના પાડી. તેટલામાં શનિવારે હું જ્યાં ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યાં ઇન્ચાર્જે કહ્યું કે, બહારથી આવેલા વર્કર્સે હાલ પોતાના ગામ ચાલ્યું જવું જોઈએ અને સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. હું તરત ઘરે પરત આવ્યો સામાન બાંધ્યો અને મનમાં ઉચાટ સાથે અમે માંડ સ્ટેશન પહોંચ્યા. રસ્તામાં સતત એક ભય અમને કોરી ખાતો હતો.’

50000 લોકોએ છોડ્યું ગુજરાત

તેના બીજા સહપ્રવાસીઓની સ્થિતિ પણ કંઈક આવી છે. 14 મહિનાની બાળકી સાથે રેપ બાદ રાજ્યભરમાં ઉત્તર ભારતના રાજ્યો અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી આવતા લોકો સામે હિંસક પ્રદર્શન વધી ગયા છે. જેના કારણે લોકો ભયથી બસ, ટ્રક, અને ટ્રેન જે મળે તેમાં ભાગી રહ્યા છે. એક અનુમાન મુજબ અમદાવાદ, વડોદરા, હિમ્મતનગર, મહેસાણા, આણંદ, સાણંદ અને પંચમહાલમાંથી લગભગ 50000 લોકો રાતોરાત ગુજરાત છોડી ભાગી ચૂક્યા છે.

પોલીસ બચાવવાની જગ્યાએ ભાગવાની સલાહ આપી

સ્થિતિની ગંભીરતા અંગે જણાવતા 19 વર્ષના સોનૂએ કહ્યું કે, ‘પોલીસ પણ અમને ઘરે ચાલ્યા જવાની સલાહ આપતી હતી. જેમનું કામ અમને સુરક્ષા આપવાનું છે તેઓ અમને ભાગી જવાનું કહેતા હતા. તો અન્ય એક યાત્રી બિહારના ખગડિયા જઈ રહ્યો હતો. ઘરે જતા સુરેશ સાહની કહે છે કે મે તો નવેમ્બરમાં છઠ પુજા માટે ઘરે જવાની ટિકિટ બુક કરાવી હતી પરંતુ હવે અત્યારે ઘરે જવાનો જરા પણ ઉત્સાહ નથી. કેમ કે ત્યાં મારા માટે કંઈ નથી. કામ પણ નથી અને પગાર પણ નથી. મને ખબર નથી કે હવે હું ઘરે જઈને શું કરીશ. અહીં લોકો મારવા આવતા હતા જેથી જે મળ્યું તે ભેગું કરીને પહેલી ટ્રેન પકડી પટના જવા નીકળી ગયો હતો.

(12:00 am IST)