મુખ્ય સમાચાર
News of Thursday, 11th October 2018

ભોપાલના પન્ના જીલ્લામાં મજુરી કામ કરતા કામદારની કિસ્મત ખુલીઃ કરોડો રૂપિયાનો ૪૨.૯ કેરેટનો ડાયમંડ મળ્યો

ભોપાલઃ અહીં પન્ના જિલ્લામાં મંગળવારે એક મજૂરી કામ કરતા પરિવારે દીવાળીના મહિના પર તેની ઉજવણી શરૂ કરી દીધી. મજૂરી કામ કરતા 30 વર્ષના માતીલાલ પ્રજાપતિએ હીરાની ખાણમાં ખોદકામ દરમિયાન દુનિયાનો બીજો સૌથી મોટો અને કિંમતી હીરો શોધી કાઢ્યો.

ખાણમાંથી મળ્યો 42.9 કેરેટનો ડાયમંડ

મોતિલાલ દ્વારા પન્નાની ખાણમાંથી ખોદકામ દરમિયાન મળેલો ડાયમંડ 42.9 કેરેટનો છે. જે દુનિયાનો બીજો સૌથી ભારે હીરો છે. પન્નાના ડાયમંડ ઓફિસર સંતોષ સિંહે કહ્યું કે, પહેલા 1961માં ખાણમાંથી 44.55 કેરેટનો હીરો મળી આવ્યો હતો, જે અત્યાર સુધીમાં સૌથી મોટો ડાયમંડ છે.

કરોડોમાં છે ડાયંમડની કિંમત

સંતોષ સિંહે આગળ કહ્યું કે, હીરાની ક્વોલિટી ખૂબ ઉંચી છે, તેની અંદાજિત કિંમત 1.5 કરોડ રૂપિયા જેટલી છે. આવનારા દિવસોમાં સરકારી નિયમો મુજબ તેની હરાજી કરવાની પણ વિચારણા ચાલી રહી છે. હીરાની રકમમાંથી સરકારની રોયલ્ટી કિંમત કાપીને બાકીની કિંમત મોતિલાલને આપવામાં આવશે.

ગરીબીના દિવસો દૂર થશે

ટીવી કેમેરા સમક્ષ આંગળી અને અંગૂઠા વચ્ચે હીરો પકડીને મોતિલાલે બોલ્યા કે, મજા પડી ગઈ. હીરો મારા વૃદ્ધ માતા-પિતાને મદદ કરશે. મને આશા છે કે હવે મારો પરિવાર ગરીબીમાંથી બહાર આવી જશે.

બાળકોને મળશે સારું શિક્ષણ

મોતિલાલનો પરિવાર દેવાના બોજ નીચે દબાયેલો છે. તે આગળ કહે છે, હીરાથી મારા પરિવારની આર્થિક સ્થિતિ તો સારી થશે, સાથે હું પણ દેવાના બોજામાંથી બહાર નીકળી શકીશ. મારા બે બાળકો સારી સ્કૂલમાં અભ્યાસ કરી શકશે.

(12:00 am IST)