મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

કાશ્મીરમાં ફ્રુટના વેપારીના પરિવાર પર ફાયરીંગ કરનાર લશ્કરનો ટોચનો આતંકી ઠારઃ એનકાઉન્ટરમાં માર્યો ગયો

     સોપોર (જમ્મુ-કાશ્મીર) માં ફ્રુટના વેપારીની ર વર્ષની બાળકી સહીત ૩ પરિવારજનોને ગોળી મારવાની શનિવારની ઘટના માટે જવાબદાર લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકી આસીક મકબૂલ ભટ્ટ ને સુરક્ષાબળોએ એન્કાઉન્ટરમાં મારી નાખ્યો છે.

     જમ્મુ-કાશ્મીર પોલીસએ જણાવ્યું કે માર્યાે ગયેલ આતંકી બિહારના એક પ્રવાસી મજુરને ગોળી મારવામાં જવાબદાર હતો.

(11:42 pm IST)