મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

જમ્મુ -કાશ્મીરમાં જનજીવન સામાન્ય બન્યું : સ્થાનિક યુવાનો આતંકીવાદી જૂથોમાં સામેલ થતા નથી : ડીજીપી દિલબાગસિંહ

દક્ષિણ કાશ્મીરમાં ફળ ફળાદીના વેપારીઓને ધમકીની ઘટના : જવાનોની સતર્કતાથી ઘુષણખોરીના પ્રયાસ નિષ્ફ્ળ

 

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે  કહ્યું કે તાજેતરના દિવસોમાં રાજ્યમાં જ્યાં જનજીવન સામાન્ય થઈ રહ્યું છે, ત્યાં સ્થાનિક યુવાનો આતંકવાદી જૂથોમાં સામેલ થવાની કોઈ માહિતી નથી.

ડીજીપીએ એમ પણ કહ્યું કે, દક્ષિણ કાશ્મીરમાં ફળ-ફળાદીના વેપારીઓને આતંકવાદીઓની ધમકી મળી હોવાની કેટલીક ઘટના સામે આવી છે. પરંતુ પોલીસ સ્થિતિને લઈને સજાગ છે અને અમારું કામ પ્રક્રિયાને સુવિધાજનક બને સુનિશ્ચિત કરવાનું છે કે કોઈ પણ એને પરેશાન કરી શકે નહીં.

ડીજીપી દિલબાગ સિંહે અહીંયા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, આતંકવાદી જૂથોમાં કોઈ નવી સ્થાનિક યુવકોની ભરતીને લઈને કોઈ અહેવાલ નથી. કેટલાક યુવાનોને પહેલા ગુમરાહ કર્યા હતા અને ગુસ્સામાં પથ પરથી ભટકી ગયા હતાં અને અમે પૈકી કેટલાકને પરત લાવવામાં સફળ રહ્યાં છીએ.

તેમણે સ્વીકાર કર્યો કે, ઘુસણખોરીની કેટલીક માહિતી છે અને અમે તાજેતરમાં જોયું કે ગુલમર્ગ સેક્ટરમાં સેનાએ પાકિસ્તાનના બે આતંકવાદીને પકડ્યા હતાં.

તેમણે એમ પણ જણાવ્યું કે, ઘુસણખોરીના સમાચાર આવ્યા છે. આતંકવાદીઓએ રાજૌરી, પૂંછ, ગુરેજ, કરનાહ સહિત કેટલાક ક્ષેત્રોમાં ઘુસણખોરીની કોશિશ કરી છે. ગુલમર્ગ સેક્ટરમાં તાજેતરમાં બે આતંકવાદી પકડાયા હતાં, જેમને મીડિયા સમક્ષ રજૂ કર્યા હતાં.

ડીજીપી દિલબાગ સિંહે એમ પણ જણાવ્યું કે, પાકિસ્તાની એજન્સીઓ આતંકવાદીઓને કાશ્મીરમાં ઘુસણખોરી કરાવવા માટે ઉત્સુક છે પરંતુ આપણા જવાનોની સતર્કતાથી એમના પ્રયાસો નિષ્ફળ થયા છે.

(10:54 pm IST)