મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

જૂની પ્લાસ્ટિક બોટલનો ફરીથી ઉપયોગ કરી શકાશેઃ FSSAI

FSSAIએ જૂની પ્લાસ્ટિક બોટલના ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવ્યોઃ અન્ય વિકલ્પ પર પણ વિચારણા

નવી દિલ્હી, તા.૧૧ : પ્લાસ્ટિકનો ખાસ કરીને સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે FSSAI દ્વારા પોતાના જ એક નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર FSSAI એ જુની પ્લાસ્ટિક બોટલના પેકેજિંગનો બીજી વખત ઉપયોગ કરવા પર જે પ્રતિબંધ હતો તે હટાવી લીધો છે.

નવા નિયમો અનુસાર હવે તમે કોલ્ડ ડ્રિંક અથવા જયુસની બોટલને કંપનીમાં ફરી આપીને તેના બદલામાં થોડા નાણા અથવા ડિસ્કાઉન્ટ મેળવી શકશો. પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા ફૂડ રેગ્યુલેટર FSSAI એ  પેકેજિંગ માટે ફરીથી ઉપયોગમાં લઇ શકાય એવી બોટલોના ઉપયોગ પર લગાવાયેલ પ્રતિબંધ હટાવી લીધો છે.

હવે કંપનીઓ એક બોટલનો બીજી વખત પેકેજિંગ માટે ઉપયોગ કરી શકશે. દરમિયાન ગ્રાહક બાબતોના મંત્રાલયે પેકેજડ ડ્રિકીંગ વોટર ઇન્ડસ્ટ્રીને ત્રણ દિવસનો સમય આપ્યો છે અને પ્લાસ્ટિક બોટલના વિકલ્પનો પ્રસ્તાવ લાવવા જણાવ્યું છે. આજે કેબિનેટ સચિવની બેઠકમાં મહત્વનો નિર્ણય લઇ શકાય છે. એક સૂચન એવું છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકના સ્થાને PET બોટલનો ઉપયોગ પણ કરી શકાય છે. કેટલાકે કાર્ડ બોર્ડ પેકિંગનો ઉપયોગ કરવાનું પણ સૂચન કર્યું છે.

(4:01 pm IST)