મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

આર્થિક સુસ્તી હોવા છતાં આ વર્ષે કર્મચારીઓને સારૂ બોનસ મળશે

મોટાભાગની કંપનીઓ ફેસ્ટિવ બોનસમાં કાપ મુકશે નહીં

નવી દિલ્હી તા ૧૧ : આર્થિક સુસ્તી  છતાં આ વર્ષે કંપનીઓ દિવાળીના તહેવારમાં ફેસ્ટિવલ  બોનસ પર કાતર ચલાવવાના મૂડમાં નથી. આ વખતે પણ કંપનીઓનાા કર્મચારીઓને સારૂ બોનસ મળશે. આહેવાલોથી કન્ઝયુમર્સ ગુડસ કંપનીઓ અને રિટેલરને રાહત મળી રહી છે. આ  પગલાથી કન્ઝયુમર સેન્ટિમેન્ટ મજબુત થશે અને ફેસ્ટિવલમા઼ ખરીદી વધશે.

કંપનીઓના એકઝીકયુટિવોએ જણાવ્યું છે કે હિૅદુસ્તાન યુનિલિવર, આઇટીસી, ગોદરેજ ગ્રુપ, એકસિસ બેન્ક, ફયુચર ગ્રુપ, મારૂતિ સુઝુકી, આરપીજી ગ્રુપ, બિગ બાસ્કેટ, ગ્રોફર્સ, ફયુમા, પેનોસોનિક, હોન્ડા સ્ર્કુટર અને ડિકસન ટેકનોલોજી જેવી કંપનીઓ કર્મચારીઓને ફેસ્ટિવ બોનસ આપનાર છે.

કેરળમાં ઓણમના તહેવાર પૂર્વે પણ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં કર્મચારીઓને બોનસ મળી ગયું છે અને ગઇ સાલની તુલનાએ આ વખતે ખરીદી વેચાણમાં ત્રણથી ચાર ટકાનો વધારો થયો છે. કેટલીક કંપનીઓમાં ઇન્સેન્ટિવ અથવા ફેસ્ટિવ સિઝન માટે સ્પેશિયલ બોનસ પણ આપવામાં આવશે

(4:00 pm IST)