મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

પરંપરા તોડીને ચાર વહુઓએ સાસુની અર્થીને કાંધ આપી

મુંબઇ તા.૧૧: હવે છોકરીઓ પરંપરા તોડીને 'પોતાના માતા-પિતાના અંતિમસંસ્કારમાં હાજરી આપવાનું અને તેમની અર્થીને કાંધ આપતી થઇ છે, જો કે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના એક ગામમાં એક માજીને તેમની ચાર વહુઓએ કાંધ આપીને સુંદર ઉદાહરણ પુરૂ પાડ્યું છે. સુંદરબાઇ દગડુ નાઇકવાડે નામના ૮૩ વર્ષનાં માજીનું અવસાન થયું ત્યારે તેમના આખા પરિવાર તેમને અનોખી રીતે વિદાય આપી જે જોઇને ગામના સૌને તેમની પર ગર્વ થયો. સોમવારે સવારે સુંદરબાઇનું હાર્ટઅટેકથી અચાનક મૃત્યુ થયું હતું. પરિવારે માને ગૌરી સન્માન આપવાનું નક્કી કર્યુ અને ગૌરી ગણપતિની પૂજા કરી અને પછી માની અંતિમયાત્રા શરૂ કરી. એમાં પણ ચારેય વહુઓએ મળીને સાસુની અર્થીને કાંધ આપી હતી. વહુઓનું કહેવું હતું કે, 'અમારા સાસુ ભણેલાંગણેલા સન્નારી હતા. તેમણે આખા પરિવારને એકતાંતણે બાંધી રાખ્યો હતો. તેમણે અમને કદી કોઇ કમી રાલવા દીધી જ નહોતી. એટલે તેઓ અમારે મન સાસુ નહીં, પણ મા જ હતા, તેમણે દેખરેખ દીકરીઓ જેવી જ કરી હતી એટલે અમે વિચાર્યુ કે માત્ર દીકરાઓ જ શું કરવા એમ પણ તેમની દીકરીઓ છીએ તો અમે જ કાંધુ આપીશું'

(3:25 pm IST)