મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

માનસિક અને શારિરીક આરોગ્યને થાય છે નુકશાન : અનિંદ્રા, હ્રદયરોગ,સ્ટ્રેસ જેવા રોગોના જોખમમાં વધારો થાય છે

સમાચારો સતત જોવા કે વાંચવા બની શકે છે હાનિકારક

અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનના તાજેતરના એક સર્વેમાં જાણવા મળ્યું છે કે સતત સમાચરો જાણતા રહેવાનું હાનિકારક બની શકે છે.

સર્વે અનુસાર, ૫૦ ટકાથી વધારે અમેરિકનોનુ માનવું છે કે સમાચારોથી આક્રમતા, ઉદાસી અને અનિંદ્રા ઉત્પન્ન થાય છે. દર દસમાંથી એક અમેરિકન દર કલાકે સમાચારો ચેક કરે છે અને ૨૦ ટકા અમેરિકનો સતત પોતાના સોશ્યલ મીડીયા સાથે જોડાયેલા રહેતા હોય, તેમાંથી તાજેતાજા સમાચારોની હેડ લાઇનના સંપર્કમાં આવતા હોય છે.

ઘણા લોકો એવું માને છે કે માહિતગાર રહેવું એ મહત્વનું છે, જોકે તેઓએ પણ સ્વિકારે છે કે સમાચારોના કારણે સ્ટ્રેસ અને આક્રમકતા ઉત્પન્ન થાય છે. વર્તમાન સમયમાં થયેલા ફેરફારોના કારણે હવે દરેક દરેક વ્યકિત કોઇને કોઇ રીતે સમાચારોના સંપર્કમાં આવે જ છે, તેમની માનસિક અને શારિરિક તંદુરસ્તી માટે સારૂ નથી.

બ્રિટનની સસેકસ યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર અને જર્નલ ઓફ સાયકોપેથોલોજીના ચીફ એડીટર ગ્રેહામ દાવે કહે છે કે સમાચારો રજુ કરવાની અને આપણા જોવાની પધ્ધતિમાં છેલ્લા ૧૫-૨૦ વર્ષોમાં ઘણા ફેરફારો થઇ ગયા છે. આ ફેરફારો ઘણીવાર માનસિક આરોગ્ય માટે નુકશાનકારક બને છે.

દાવે કહે છેકે અત્યારના સમાચારોમાં દ્રશ્ય અને ચોકાવનારી વસ્તુઓ વધારે હોય છે, જેના કારણે સ્ટ્રેસમાં વધારો, અનિંદ્રા, મુડ સ્વીગીંગ, આક્રમક વર્તણુક જેવી તકલીફો ઉત્પન્ન થાય છે.

(1:14 pm IST)