મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

પ્લાસ્ટિક મુકત ભારત અભિયાનનો પ્રારંભ

મથુરામાં નરેન્દ્રભાઈના હસ્તે પશુ આરોગ્ય મેળાનો શુભારંભઃ ૪૦ મોબાઈલ પ્રાણી ચિકિત્સા વાહનોને લીલીઝંડી

મથુરાઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મથુરા વેટરનરી યુનિર્વસીટીમાં પુશ આરોગ્ય મેળાનો શુભારંભ કરાવેલ. સાથો-સાથે પશુઓમાં થતા વિવિધ બીમારીના રસીકરણ કાર્યક્રમની શરૂઆત પણ કરાવેલ. દેશભરમાં ૪૦ મોબાઈલ પ્રાણી ચિકિત્સા વાહનોને પણ લીલી ઝંડી આપી હતી. શરૂઆતમાં જ નરેન્દ્રભાઈએ પ્લાસ્ટીક મુકત ભારતના સપનાને સાકાર કરવા વપરાયેલ પ્લાસ્ટીકના કચરાને નષ્ટ કરતા મશીન જોઈ અને કર્મચારીઓ તથા કચરો છુટો પાડતા લોકો સાથે વાતચિત કરી તેમના કામમાં મદદ પણ કરી હતી. તેઓ ગાયના પેટમાંથી સર્જરી કરી કાઢવામાં આવતા પ્લાસ્ટીકનું લાઈવ ઓપરેશન પણ જોશે. ઉપરાંત વ્રજ વિસ્તાર માટે મથુરા ડેરી ઉત્પાદન ક્ષમતા ૬૦ હજાર લીટરથી ૧ લાખ લીટર કરનાર ૧૭૧ કરોડની યોજના અને મથુરામાં ખારા પાણીમાં જીંગા માછલી ઉછેરવાની યોજનાની પણ જાહેરાત કરનાર છે. નરેન્દ્રભાઈની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ, કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહ, સાંસદ હેમા માલીની, સંજીવ બાલીયાન અને મંત્રી શ્રીકાંત શર્મા હાજર રહેલ.

(1:13 pm IST)