મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

કાબુલમાં અમેરિકન રાજદૂતાવાસ પર રોકેટથી હુમલો :

રાજદૂતાવાસ બંધ હતું અને કાર્યાલયમાં કોઇ હાજર નહોતું: કોઈ જાનહાની નથી

અફઘાનિસ્તાનના કાબુલમાં આવેલા અમેરિકી રાજદૂતાવાસના કમ્પાઉન્ડમાં મંગળવારે મોડી રાત્રે રોકેટથી હુમલો થયો હતો. આ હુમલો એટલો જબરદસ્ત હતો કે ખાસ્સા દૂરથી ધૂમાડો જોઇ શકાતો હતો. સદ્ભાગ્યે કોઇ જાનહાનિ થઇ નહોતી. મોડી રાત હોવાથી રાજદૂતાવાસ બંધ હતું અને કાર્યાલયમાં કોઇ હાજર નહોતું

 અત્રે ઉલેલ્ખનીય છે કે ગયા સપ્તાહે અમેરિકાએ તાલિબાન સાથેની વાટાઘાટ બંધ કરવાની જાહેરાત કરી હતી. એ સમયેજ તાલિબાન પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે હવે વધુ અમેરિકનો મરવાના છે, તમે જોઇ લેજો.

  ગયા સપ્તાહે પણ બે કારમાં તાલિબાની આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં નાટોના કેટલા કર્મચારી અને અન્ય લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં અમેરિકી સૈનિક પણ હતો. પોતાનો સૈનિક મરણ પામ્યો એ જાણીને ઉશ્કેરાયેલા અમેરિકી પ્રમુખ ટ્રમ્પે એવી જાહેરાત કરી હતી કે અમે તાલિબાન સાથેની મંત્રણા તત્કાળ બંધ કરી રહ્યા છીએ.

2001માં ઓસામા બિન લાદેનની આગેવાની હેઠળના આતંકવાદીઓએ એક વિમાનનું અપહરણ કરીને 11મી સપ્ટેંબરે ન્યૂયોર્કના જગપ્રસિદ્ધ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ટાવર પર હુમલો કર્યો હતો અને એ હુમલામાં બે હજારથી વધુ લોકો તરત માર્યા ગયા હતા. આજે એ હુમલાની વરસી છે.

(12:25 pm IST)