મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

ઓકટોબર સુધીમાં નવી શિક્ષણનીતિ અમલમાં લાવવાની તૈયારી

સમિતિને મળેલા બે લાખ મંતવ્યોનું અધ્યયન કરી રહ્યું છે મંત્રાલય : ૨૧ સપ્ટેમ્બર રાજયોની શિક્ષણમંત્રીઓની બેઠક બોલાવામાં આવી છે

નવી દિલ્હી,તા.૧૧: છેલ્લા પાંચ વર્ષથી અસ્તિત્વ ના આવવાની રાહ જોતી નવી શિક્ષણનીતિને માનવ સંશાધન વિકાસ મંત્રલાય આવતા મહિના સુધીમાં અમલમાં લાવવાની તૈયારી કરી રહ્યા છે આ અંગે આવેલા ૨ લાખ મંતવ્યોને મંત્રાલય અધ્યયન કરી રહ્યું છે. અને ૨૧ સપ્ટેમ્બરે રાજ્યોના શિક્ષણમંત્રોઓની બેઠક બોલાવામાં આવી છે.માનવ સંશાધન વિકાસ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણનવ્યું કે સરકાર સો દિવસ પુરા થઇ ગયા છે પરંતુ વિભાગોનું કામ પૂર્ણ કરવા માટે ૧૫ ઓકટોબરનો સમય આપ્યો છે.

અધિકારીએ કહ્યું કે રાજ્યોની મુશ્કેલીઓને દુર કરવા માટે ૨ સપ્ટેમ્બરે રાજયોના શિક્ષણમંત્રોઓની બેઠક બોલવામાં આવી છે. ઓકટોબર ૨૦૧૫માં તત્કાલીન માનવ  સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ નવી શિક્ષણનીતિ બનાવ પ્રકિયા શરૂ કરી હતી. તેના માટે ભુતપૂર્વ કેબિનેટ સચિવ ટીએસઆર સુબ્રમણ્યમની અધ્યક્ષતામાં એક સમિતિનું ગંઠન કરવામાં આવ્યું હતું આ સમિતિએ દેશભરમાં થયેલી અંદાજે ૨.૭૫ લાખ બેઠકોને મળેલા મંતવ્યોના આધાર પર તંયાર તેમનો રીપોર્ટ મે  ૨૦૧૬માં મંત્રલાયને સોપવામાં આવ્યો હતો. જુલાઇ ૨૦૧૬માં કેબિનેટ ફેરબદલીમાં ઇરાનીએ માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાંથી વિદાય થઇ ગઇ અને તેનું સ્થાન પ્રકાશ જાવેડકરે લીધુ જાવડેકરે  સુબ્રમણ્યના રીપોર્ટને અંદાજે એક ઇનપુટ દસ્તાવેજ ગણાવીને નવી શિક્ષણનીતિનો ડ્રાફટ નિર્માણ કરવાની જવાબદારી ઇસરોનો પૂર્ણ અધ્યક્ષ કસ્તુરી રંગનની અધ્યક્ષતાવાળી સમિતિને સોપવાના આવી છે. આ સમિતિને સતત વિસ્તાર મળતો રહ્યો અને ચુંટણી થવા સુધી આ સમિતિ પાસે રીપોર્ટ લેવામાં આવ્યો નથી.

(11:41 am IST)