મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

શું ઇન્કમ ટેક્ષમાં વહેલી રાહત નહિ મળે?

DTC પર ટાસ્ક ફોર્સની ભલામણો લાગુ કરવામાં વિલંબ થઇ શકે છે

નવી દિલ્હી,તા.૧૧: ડાયરેકઠ ટેક્ષ રીફોર્મ પર ટાસ્કફોર્સની ભલામણોને લાગુ કરવામાં મોડું થઇ શકે છે. સુત્રોના જણાવ્યન મુજબ ન્યુ ડાયરેકટ ટેક્ષ કોડ પર ટાસ્ક ફોર્સ તરફથી  સોપવામાં આવેલી રીપોર્ટની ભલામણો ન લાગુ કરવાનલ સમયગાળો એક વર્ષ સુધી ટાળી શકાય છે. તેનો અર્થ એ છે કે ટાસ્ક ફોર્સ ઇન્કમટેક્ષના સ્લેબ અને દરોમાં બદલાવની જે ભલામણો કરી છે. તેનો લાભ આવતા  નાણાકીય વર્ષમાં ટેક્ષપેપર્સને કદાચ મળી ના શકે સરકારે હાલના ડાયરેકટ ટેક્ષ રીફોર્મ પર ભલામણોને નાણાકીય દષ્ટિથી સંકલન કરવા માટે રેવેન્યુ વિભાગે કહ્યું  છે વિભાગ એ અંદાજ લગાવશે કે ટાસ્કફોર્ર્મની ભલામણો લાગુ કરવાથી સરકારી યોજના પર કેટલો બોજ વધશે? આ આકલન બાદએ નિર્ણય કરવામાં આવશે. કે ટાસ્ક ફોર્સની ભાલમણોની લાગુ કરવામાં આવશે કે નહિ એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ ઇકોનોમીના સ્લોડાઉનના સમયના સરકાર એવા પગલા ભરવા માગે છે કે જેનાથી સરકારી ખજાના પર અતિરિકત બોજ પડે હાલમનં સરકારનું જોર અનેક વિભાગમાં મંદીને સમાપ્ત કરવા પર છે તેના માટે સરકારે અતિરિકત ખર્ચ પણ કરવો પડી રહ્યો છે.

(11:40 am IST)