મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

ટ્રાફિકના નિયમનો ભંગ કરતા

ઓહોહો...ટ્રક ચાલકને ૧.૪૧ લાખનો દંડ

નવી દિલ્હી, તા.૧૧: નવા મોટર વ્હીકલ એકટ લાગૂ થતા જ દંડની રકમ ચર્ચાનો વિષય બની છે. કડક કાયદાને કારણે ટ્રાફિક ઉલ્લંદ્યન પર ભારે દંડ ભરવો પડી શકે છે. કોઈનો ૧૦,૦૦૦ તો કોઈનો ૨૫ હજારથી વધુનો મેમો ફાટી રહ્યો છે. હવે સામે આવ્યો છે.૧.૪૧ લાખ રૂપિયાનો મેમો.

રાજસ્થાનમાં એક ટ્ર્ક માલિકને ૧.૪૧ લાખ રૂપિયાનો દંડ ફરવો પડ્યો. ગત ૫ સપ્ટેમ્બરના રોજ તેમનો ટ્રક ઓવરલોડિંગ હાલતમાં મળી આવ્યો. જેના કારણે તેમને મેમો ફટકારવામાં આવ્યો. ટ્રક માલિકે ૯ સપ્ટેમ્બરના રોજ રોહિણી કોર્ટમાં ૧,૪૧,૭૦૦ રૂપિયાનો દંડ ભર્યો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા એક ટ્ર્ક માલિકનો ૧.૧૬ લાખ રૂપિયાનો મેમો ફટકારાયો હતો. માલિકે દંડ ભરવા માટે આપેલા પૈસા ડ્રાઈવર લઈને ફરાર થઈ ગયો. પોલીસે યૂપીના ફિરોઝપુરથી ડ્રાઈવરની ધરપકડ કરી લીધી.

(11:38 am IST)