મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

ભારતએ રદ કર્યુ ચીન-પાકનું જોઇન્ટ સ્ટેટમેન્ટ, કહ્યું જમ્મુ-કાશ્મીર અમારો અભિન્ન હિસ્સો

         ભારતીય વિદેશ મંત્રાલયએ ચીન અને પાકિસ્તાનના આ જોઇન્ટ સ્ટેટમેન્ટને રદ કર્યુ છે જેમાં જમ્મુ-કાશ્મીરને વિવાદીત ક્ષેત્ર બતાવવામાં આવ્યું હતુ.

         ભારતએ જમ્મુ-કાશ્મીરને પોતાનું અભિન્ન અંગ બતાવ્યું છે જયારે ભારતએ ચીન અને પાકિસ્તાનને પાક અધિકૃત કાશ્મીર (પીઓએ) થી પસાર થતા ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોર પર પણ કામ બંધ કરવા કહ્યું છે. 

(12:00 am IST)