મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

રાજસ્થાનમાં ઓઇલ ટેન્કર પલ્ટ્યા બાદ ગ્રામીણોએ લુંટફાંટની હોડ મચાવી

અલવદર-સિકંદરા મેગા હાઈવે પર ટ્રક સાથે અથડાયા બાદ પલટ્યો ટેંકર: પોલીસ મૂક દર્શક બની જોતી રહી

 

રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક તેલથી ભરેલા ટેંકરના પલટ્યા બાદ સ્થાનીય લોકોમાં લૂટની હોડ મચી ગઈ છે. ધટના જયસિંહપુરા ગામની પાસે અલવદર-સિકંદરા મેગા હાઈવે પર થયો. ઘટનાનો શિકાર ટેંકર સરસવનાં તેલથી ભરેલો હતો. જેવુ સ્થાનિકોને જાણકારી મળી કે ટેંકર તેલથી ભરેલું છે અને તેમાંથી તેલ વહી રહ્યું છે તો તેલની લુટમાં લાગી ગયા. અનેક ગામના લોકોએ તેલ લૂટીને ઘરોમાં ડ્રમ ભરી લીધા છે. ટેંકરોમાંથી તેલ લુંટતા ગ્રામીણોનો એક વીડિયો વાયરલ થયો છે.

હાઈવે પર ઘટના વધુ સ્પિડમાં આવી રહેલા ટ્રક અને ટેંકરના અથડાવવાથી થયા છે. ટ્રક સાથે ટક્કર લાગ્યા બાદ તેલથી ભરેલુ ટેંકર પલટી ગયુ અને રસ્તાના કિનારાના ઢળાવમાં લડકી ગયુ. દરમિયાન ટેંકર માથી સરસવનું તેલ નિકળવા લાગ્યું. તેલની સુચના મળતા ત્યાં ગામ લોકો એકઠા થઈ ગયા.હતા 

તેલથી ભરેલા ટેંકરના પલટવાની સૂચના પર બસવા થાણાની પોલીસ પણ મોકા પર પહોંચી અને ભીડને દૂર હટાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ખેતરોમાં વહેતું જોઈ પોલીસે તેલ લઈ જતા લોકોને રોક્યાં પણ નહીં. જો કે પોલીસને ચુપચાપ જોતા રહેવા પર સોશિયલ મીડિયા પર કેટલાંય સવાલો ઉભા થાય છે.

 

(12:00 am IST)