મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

જૂનાગઢમાં સનાતન ધર્મ સંમેલન બાદ પૂ. મોરારીબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચેના વિવાદનો સુખદ અંતઃ હનુમાનજીના ફોટા સાથે જય નિલકંઠ લખેલ મુગટ લોકોએ પહેર્યાઃ મોટી સંખ્યામાં સાધુ-સંતો અને કથાકારો ઉમટ્યા

જૂનાગઢ :. જૂનાગઢ ખાતે મળેલા સનાતન ધર્મ સંમેલન બાદ પૂ. મોરારીબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચેના વિવાદનો સુખદ અંત આવ્યો છે. તેમ પૂ. ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યુ હતું. જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ અને સ્વામિનારાયણના સંતો તથા સનાતન ધર્મના સંતોની ઉપસ્થિતિમાં સમાધાનકારી વલણ અપનાવતા આ વિવાદનો અંત આવ્યો છે. જેમાં પૂ. ઈન્દ્રભારતીબાપુ, પૂ. કનીરામબાપુ, પૂ. રાજેન્દ્રદાસબાપુ, પૂ. જગજીવનદાસબાપુ, પૂ. લાલબાપુ સહિત સંતો-મહંતો તેમજ કથાકારો અને પૂ. મોરારીબાપુના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટયા છે. જેમાં આવેલા ભાવિકોએ માથા ઉપર હનુમાનજીદાદાના ફોટા અને જય નિલકંઠ લખેલ મુગટ ધારણ કરેલા જોવા મળ્યા હતા. આવી રીતે પૂ. મોરારીબાપુને આપ્યુ હતું.   આ મુદ્દે જૂનાગઢના જાગીર આશ્રમના મહંત પૂ. ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યુ હતુ કે, પૂ. મોરારીબાપુએ દુકાનદારી ચલાવતા લોકો સામે માફી ન માગવી જોઈએ. નિલકંઠ એ નિલકંઠ જ કહેવાય. પૂ. મોરારીબાપુ અમારા ધર્મ પ્રચારક છે. જૂનાગઢના પ્રેરણાધામ ભવનાથ ખાતે સનાતન ધર્મ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. તેમ જૂનાગઢના સૂર્ય મંદિરના પૂ. જગજીવનબાપુએ જણાવ્યુ છે. સનાતન ધર્મ સંમેલનમાં ગામેગામથી, તાલુકાઓમાંથી તેમજ જિલ્લામાંથી સમસ્ત સાધુ સમાજના આગેવાનો તથા સંતો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:10 pm IST)