News of Thursday, 11th August 2022
ઋષભ પંતને ઉત્તરાખંડની સરકારે પોતાના રાજ્યનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો
પંતને રાજ્યનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના કારણે યુવાઓને પ્રેરણા મળશે : સીએમ પુષ્કર ધામીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી
નવી દિલ્હી,તા.11 : ભારતના સ્ટાર બેટસમેન અને વિકેટકીપર ઋષભ પંતને ઉત્તરાખંડની સરકારે પોતાના રાજ્યનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. સીએમ પુષ્કર ધામીએ આ બાબતે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. ધામીએ લખ્યુ હતુ કે, પંતને રાજ્યનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના કારણે યુવાઓને પ્રેરણા મળશે. તેમણે યુવાઓના ઉજ્જવળ ભવિષ્યની પણ કામના કરી હતી.
પંતને રાજ્યમાં યુવાઓ રમત ગમત તરફ વળે અને પોતાની ફિટનેસ પર ધ્યાન આપે તે માટે સરકારે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો નિર્ણય લીધો હતો. આ પહેલા પણ ટીમ ઈન્ડિયાના અલગ અલગ ક્રિકેટરોને અન્ય રાજ્યો પણ આ રીતે બ્રાન્ડ એમ્બેસેડરનો દરજ્જો આપી ચુકયા છે. પંત હાલમાં ભારતના જ નહીં પણ વિશ્વના શ્રેષ્ઠ વિકેટકીપર અને બેટસમેનોમાં સ્થાન પામે છે.
(11:42 pm IST)