મુખ્ય સમાચાર
News of Monday, 10th August 2020

મશહૂર શાયર મુનવ્વર રાણાના વિવાદી બોલ :કહ્યુ-બાબરી મસ્જિદના ધ્વંશ પછી જે ન્યાયની આશા હતી, તે ન મળ્યો

સુપ્રીમ કોર્ટનો ચુકાદો માનવાની મજબૂરી બની ગઇ છે. જેને હવે માનવવું જ પડશે

 

નવી દિલ્હીઃ પ્રસિદ્ધ શાયર મુનવ્વર રાણાએ રામ મંદિર મામલે મોટું નિવેદન કરી વિવાદ સર્જ્યો છે. મુનવ્વર રાણાએ રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વાંધો ઊઠાવ્યો છે. તેમણે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટથી ન્યાય મળ્યો.

પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા પ્રસિદ્ધ શાયર મુનવ્વર રાણા કહ્યું કે,રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો તો સાંભળાવી દીધો, પરંતુ ન્યાય મળ્યો નહીં. સુપ્રીમ કોર્ટનો ચુકાદો માનવાની મજબૂરી બની ગઇ છે. જેને હવે માનવવું પડશે

મુનવ્વર રાણા આટલેથી અટક્યા નહીં અને વધુમાં જણાવ્યું કે, ચુકાદાથી તેઓ દુઃખી અને નારાજ છે. બાબરી મસ્જિદના ધ્વંશ પછી જે ન્યાયની આશા હતી, તે મળ્યો. તેમજ રામમંદિરના ભૂમિપૂજનમાં મુસ્લિમોની પણ ભાગીદારી હોવી જોઇતી હતી

મુનવ્વર રાણાએ વડાપ્રધાન મોદીને એક પત્ર પણ લખ્યો છે. જેમાં લખ્યું છે કે,અયોધ્યામાં મસ્જિદ માટે અપાયેલી જમીન પર રાજા દશરથના નામે હોસ્પિટલ બનાવવામાં આવે. તેમજ શિયા અને સુન્ની બોર્ડ જેવી સંસ્થાઓને નાબૂદ કરવામાં આવે, કારણ કે સંસ્થાઓ મુસ્લિમોનું યોગ્યરીતે માર્ગદર્શન કરતી નથી. તેથી દેવબંધ કે બીજા મુસ્લિમ મદરેસાઓને સાથે મળી રાયબરેલીમાં બાબરી મસ્જિદ બનાવવામાં આવે.

ઉત્તર પ્રદેશની સરકારના લઘુમતી બાબતોના મંત્રી મોહસીન રજાએ શાયર મુનવ્વર રાણાને જવાબ આપતા કહ્યું  કે તેઓ (રાણા) તે સમયે ક્યાં હતા, જ્યારે સુપ્રીમ કોર્ટે પરસ્પર વાચતીતછી અયોધ્યા વિવાદ ઉકેલવાનું કહ્યું હતું. જ્યારે સરકારે પણ બંને પક્ષોને વાતચીતથી મામલો ઉકેલવા કહ્યું હતું ત્યારે મુનવ્વર રાણા ક્યાં હતા? લોકો છે, જેઓ છેલ્લે સુધી કહેતા રહ્યા કે ગમે તે થાય સુપ્રીમ કોર્ટનો ચુકાદાનું સન્માન કરીશું. હવે જ્યારે રામ મંદિર નિર્માણની શરુઆત થઇ ગઇ છે તો ચુકાદા પર સવાલ ઊઠાવી રહ્યા છે અને વડાપ્રધાનને પત્ર લખી રહ્યા છે.”

 

(12:48 am IST)