મુખ્ય સમાચાર
News of Sunday, 11th August 2019

૩૭૦મી કલમ દૂર કરવાના ભારત સરકારના નિર્ણય વિરૂધ્ધ સુપ્રિમ કોર્ટમાં પિટીશન દાખલઃ નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા અકબર લોનએ જમ્મુ કાશ્મીરને બે હિસ્સામાં વહેચવાનું પગલું ગેરબંધારણીય અને બિનલોકતાંત્રિક ગણાવ્યું

ન્યુ દિલ્હીઃ ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાં આઝાદી સમયથી અમલ ૩૭૦ મીકલમ હટાવી દેતા તેના વિરૂધ્ધ નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા અકબર લોન તથા હસનૈન મસૂદીએ સુપ્રિમ કોર્ટમાં પિટીશન કરી આ નિર્ણયને પડકાર્યો છે.

તથા ભારત સરકારનું જમ્મુ કાશ્મીરને બે હિસ્સામાં વહેચવાનું પગલું ગેરબંધારણીય તથા બિનલોકતાંત્રિક હોવાનું જણાવી દાદ માંગી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:00 am IST)