મુખ્ય સમાચાર
News of Saturday, 11th August 2018

સદગુરૂ જગ્ગી વાસુદેવએ બાબા રામદેવને ડુકાટી બાઈક પાછળ બેસાડી કરાવી સવારી

દેશના જાણીતા યોગગુરુ બાબા રામદેવ શુક્રવારે કોઈમ્બર સ્થિત આશ્રમે જગ્ગી વાસુદેવની મુલાકાતે ગયા હતા. તે દરમિયાન સદગુરુએ તેમની પ્રિય બાઇક ડુકાટી પાછળ બાબા રામદેવને બેસાડી આશ્રમના પરિસરમાં સફારી કરાવી હતી. ત્યાર બાદ જગ્ગી વાસુદેવે બાબાને પૂછ્યુ ‘મૉટર સાઇકલ પર કેવું લાગ્યું કહો?' તો બાબા રામદેવે કહ્યુ, જે ગુરુને પકડીને રાખશે તેને દુનિયામાં કોઈ ડગાવી નહિ શકે. 

(11:21 pm IST)