મુખ્ય સમાચાર
News of Saturday, 11th August 2018

છત પર ચડી ગયેલા આખલાને ઘેનનું ઇન્જેકશન આપીને પ૦ કલાકે ક્રેનની મદદથી માંડ ઉતાર્યો

મહારાષ્ટ્રના યવતમાલમાં એક આખલો મકાનની છત પર જઇ પહોંચ્યો. મકાન માલિકે જયારે આખલાને ઘરની છત પર જોયો એટલે તેને ઊતારવા માટે ગામલોકોની મદદ લીધી. ખુબ સમજાવી-ફોસલાવીને એનેનીચે ઊતારવાની કોશિશ કરી, પણ આખલો ટસનો મસ ન થયો. આખરેએને દોરડું બાંધીને નીચે ઊતારવાનો વિચાર કર્યો, પણ આખલો ગુસ્સાવાળો હતો. અચાનક જ ગુસ્સે ભરાય અને લોકોને મારવા દોડે તો? આખરે એને હેમખેમ ઊતારવા માટે પશુઓના ડોકટરોને બોલાવવામાં આવ્યા. ડોકટરે એને ઊંઘનું ઇન્જેકશન આપીને અર્ધબેહોશ કરી દીધો. એ પછી એને મોટા કપડાથી બાંંધીને ક્રેન દ્વારા નીચે ઉતારવામાં આવ્યો.(૧.૧૯)

(3:38 pm IST)