મુખ્ય સમાચાર
News of Saturday, 11th August 2018

ભારતીય છાત્રોની મુશ્કેલીમાં થશે વધારો

USએ સ્ટુડન્ટ વિઝાના નિયમો કર્યા કડક : ઉલ્લંઘન બદલ ૧૦ વર્ષનો બેન

મુંબઇ તા. ૧૧ : અમેરિકામાં અભ્યાસ કરી રહેલા લગભગ ૧.૮૬ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ખતરારૂપ નવી પોલીસી ૯ ઓગસ્ટથી લાગુ કરાઇ છે. જે હેઠળ સ્ટૂડન્ટ સ્ટેટસનો ઉલ્લંઘન થતા બીજા જ દિવસથી વિદ્યાર્થી અને તેની સાથે ગયેલ વ્યકિતને દેશમાં ગેરકાયદેસર ગણવામાં આવશે. નવા નિયમો હેઠળ ઉલ્લંઘન થયાના ૧૮૦ દિવસ પછી વિધાર્થી અમેરિકા છોડશે તો તે ૩થી ૧૦ વર્ષ સુધી દેશમાં પરત આવી શકશે નહી.

પહેલા નિયમ હતો કે ગેરકાયદેસર હાજરી ત્યારે જ ગણાતી જયારે ઉલ્લંઘન થયાની જાણ થાય અથવા ઇમિગ્રેશન જજ આ અંગેનો આદેશ આપે. આ નિયમ હેઠળ પહેલા શિક્ષણ સંસ્થા દ્વારા નિર્ધારિત સમયને પૂર્ણ ન કરતા અથવા અનધિકૃત નોકરી કે વધારે સમય રોકાવા પર ગેરકાયદેસર હાજરી ગણાતી હતી.આ નીતિ હેઠળ કોઇનું સ્ટૂડેન્ટ સ્ટેટસ જતું રહે તો તે પાંચ મહિનાની અંદર પુનૅં વસવાટ માટે અરજી કરી શકે છે. આ કરવાથી ગેરકાયદેસરની હાજરીના દિવસોની ગણતરી અટકી જશે. અરજી નામંજૂર થતા બીજા જ દિવસેથી ગણતરી શરૂ થઇ જશે. ન્યૂ યોર્કમાં ઇમિગ્રેશન એટર્ની અને એક લો ફર્મમાં મેનેજીંગ પાર્ટનર સાયરસ મહેતાએ જણાવ્યું કે જો કોઇ વિદ્યાર્થીએ પોતાનું સ્ટેટસ ગુમાવી દીધું છે અને તે અંગેની જાણકારી નહી રાખવા બદલ ઉલ્લંઘન થયાના દિવસથી જ તેની હાજરી ગેરકાયદેસર ગણાશે અને તેને અમેરિકામાં પ્રવેશ કરવાની પરવાનગી નહી મળે. Immigration.comના મેનેજીંગ એટર્નીઙ્ગઙ્ગરાજીવ ખન્નાએ જણાવ્યું છે કે કોઇ સંસ્થાએ ભૂલથી ખોટી માહિતી ભરી હોય અથવા પ્રકિટકલ ટ્રેનિંગમાં ગયેલ વિધાર્થીનું કામ ડિગ્રી સાથે બંધ બેસતુ નથી આવતું તો તેને ગેરકાયદેસર જાહેર કરાશે.(૨૧.૨૬)

(3:37 pm IST)