મુખ્ય સમાચાર
News of Saturday, 11th August 2018

ભરબજારે ઘોડો ગાડું લઈને વાવાઝોડાની માફક દોડ્યો : મચાવી ધમાલ ;વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ

 

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક ઘોડાએ ગાડા જેવું સમાન ભરવાની ગાડી લઇને વાવાઝોડાની જેમ દોડ્યો હતો આ ઘોડો ગાડી લઈ ભરબજારે દોડ્યો હતો. આ વીડિયોને અનેક લોકોએ સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે. વોટ્સએપ પર પણ આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. લોકો મજાકમાં આ ઘોડાની તુલના ફાઈટર જેટ પ્લેન સાથે કરી રહ્યાં છે.

   વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઘોડો પાછળ સામાન ભરવાની ગાડી લઈને દોડી રહ્યો છે. આસપાસમાં કોઈ સાઈકલ તો કોઈ બાઈક લઈને પસાર થઈ રહ્યું છે. આ દરમિયાન એક રેલવે ક્રોસિંગ પણ આવે છે પરંતુ ઘોડો પોતાની જ ધૂનમાં ઝડપથી આગળ વધતો જાય છે. એક બાઈકવાળો તો એટલો ગભરાઈ જાય છે કે તે પોતાનું બેલેન્સ ગુમાવી દે છે. જોકે, અંતે રેલવે ફાટક બંધ હોવાના કારણે તે રોકાઈ જાય છે. 

    કોઈ આ ઘોડાની સરખામણી વાવાઝોડા સાથે કરી રહ્યું છે તો કોઈ આ ઘોડાની સરખામણી ફાઈટર જેટ પ્લેન સાથે કરી રહ્યું છે. આ વીડિયો ક્યાંનો છે તે જાણવામાં નથી આવ્યું પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

(12:00 am IST)