મુખ્ય સમાચાર
News of Saturday, 11th August 2018

ઔદ્યોગિક ઉત્પાદનમાં તેજી : ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક ચાર મહિનાની ટોચે :ગ્રોથ 7 ટકા રહ્યો

 

નવી દિલ્હી :દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં તેજી જોવાઈ છે જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (આઇઆઇપી)માં વધારાનો દર ગત્ત ચાર મહિનામાં સૌથી વધારે રહ્યો છે. જુનમાં આઇઆઇપી ગ્રોથ 7 ટકા રહી છે, જે મે મહિનામાં 3.2 ટકા હતી. 

  ઔદ્યોગિક ઉત્પાદનમાં થયેલા વધારામાં સૌથી વધારે યોગદાન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું રહ્યું, જે વિકાસ દર 2.8 ટકાથી વધીને 6.9 ટકા થઇ ગયું. તે ઉપરાંત કેપિટલ ગુડ્સમાં પણ વધારો જોવા મળ્યો. માનવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં તહેવારી માંગ વધારે હોવાનાં કારણે મેન્યુફેક્ચરિંગમાં આ ઉછાળો જોવા મળી રહ્યો છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં મેન્યુફેક્ચરિંગની મહત્વની ભાગીદારી છે. તે અગાઉ રાયટરે અર્થશાસ્ત્રીઓનાં એક સર્વેના આધારે આઇઆઇપી વિકાસ દર 5.4 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું

   આ આંકડાઓ આવ્યા બાદ આર્થિક મુદ્દાના સચિવ સુભાષ ચંદ્રએ ટ્વીટ કર્યું, જુનમાં આઇઆઇપી ગ્રોથના આંકડા શાનદાર રહ્યા હતા. આઇઆઇપી સાત ટકાના દરથી વધ્યો છે. કેપિટલ ગુડ્સની વૃદ્ધીનો દર 9.6 ટકાનો રહ્યો હતો. પહેલા ત્રિમાસિકમાં આઇઆઇપીની વૃદ્ધી 5.2 ટકા છે. નિર્માણમાં પણ આ પ્રકારનો વધારો નોંધાયો છે. 23માંથી 19 ઔદ્યોગિક ગ્રુપમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાઇ. કમ્યુટર્સ અને ઇલેક્ટ્રોનિક્સમાં ગ્રોથ 44 ટકા રહી. 
આઇઆઇપીમાં 40.27 ટકા હિસ્સો રાખનારા આઠ ઢાંચાના ક્ષેત્રોમાં 6.7 ટકાનો વધારો નોંધાયો છે. આ દરમિયાન સીમેન્ટ, રિફાઇનરી ઉત્પાદન અને કોલસા ક્ષેત્રના બે આંકડાઓની વૃદ્ધી દર પ્રાપ્ત કરી. 

(12:00 am IST)